Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Dhruv Rathi's advice not to install this app without internet, know which apps are banned Discuss

ઇન્ટરનેટ વગર ચાલતી આ એપ ઇન્સ્ટોલ ન કરવાની ધ્રુવ રાઠીની સલાહ, જાણો કઈ એપ્સ પર છે પ્રતિબંધની ચર્ચા

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2026
લાઇવ ટીવીGoogle News
ઇન્ટરનેટ વગર ચાલતી આ એપ ઇન્સ્ટોલ ન કરવાની ધ્રુવ રાઠીની સલાહ, જાણો કઈ એપ્સ પર છે પ્રતિબંધની ચર્ચા
સોર્સ : gstv

દિલ્હીને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને આ દરમિયાન દિલ્હી-એનસીઆરના વિવિધ વિસ્તારોમાંથી ઘણા લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. એવી માહિતી છે કે ચર્ચાસ્પદ યુટ્યુબર ધ્રુવ રાઠીને પણ ગુરુગ્રામ પોલીસ દ્વારા અટકાયમાં લેવામાં આવ્યા છે. આ દરમિયાન તેની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે કેટલીક એપ્સ ઇન્સ્ટોલ ન કરવાની સલાહ આપી છે.

App Store

ધ્રુવ રાઠી દ્વારા એક્સ (X) પ્લેટફોર્મ (જૂનું નામ ટ્વિટર) પર એક પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે જરૂરી માહિતી હોવાનું જણાવ્યું છે. આ પછી પૉસ્ટમાં આગળ લખ્યું છે કે આ એપ્સ ડાઉનલોડ ન કરો. આ એક પ્રકારનો કટાક્ષ છે.

ધ્રુવ રાઠી દ્વારા પોતાના પૉસ્ટમાં અન્ય એક પૉસ્ટને ટાંકવામાં આવી છે, જેમાં એવી એપ્સ ઇન્સ્ટોલ ન કરવાની સલાહ આપવામાં આવી છે જે બ્લૂટૂથના માધ્યમથી નેટવર્ક તૈયાર કરે છે અને ગ્રુપ કમ્યુનિકેશન (સંદેશાવ્યવહાર) કરે છે.

આ છે એપ્સના નામ

વાસ્તવમાં લુટિયન્સ દિલ્હીના અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. એક્સ પૉસ્ટમાં કટાક્ષ કરતા કહેવામાં આવ્યું છે કે Bridgefy (Android/iOS) અથવા Briar (Android) જેવી એપ્સ ઇન્સ્ટોલ ન કરો.

બ્લૂટૂથ બેસ્ડ નેટવર્ક પર કમ્યુનિકેશન

બંને એપ્સ ઇન્ટરનેટની ગેરહાજરીમાં પણ કામ કરે છે. તેના કામ કરવાની રીત થોડી અલગ હોય છે, જેમાં આ એપ્સ બ્લૂટૂથના માધ્યમથી એક નેટવર્ક તૈયાર કરે છે અને તેની મદદથી ગ્રુપ કમ્યુનિકેશન કરે છે. કટાક્ષ કરતા આ એપ્સનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

એપલ સ્ટોર પરથી હટ્યું Bitchat

ભારતમાં Bitchat પણ બ્લૂટૂથ બેસ્ડ પિયર-ટુ-પિયર મેસેજિંગ એપની સેવા પૂરી પાડતું હતું. તાજેતરમાં સરકારના આદેશ બાદ એપલ દ્વારા ભારતના એપ સ્ટોર પરથી તેને હટાવી દેવામાં આવ્યું છે. પ્લે સ્ટોર પર પણ આ એપ ઉપલબ્ધ નથી.

ટોપિક્સ:GSTV NewsGujarati News