સપ્ટેમ્બરમાં દેશની નંબર-1 SUV બની આ કાર, વેચાયા 20,456 યુનિટ

ભારતીય ગ્રાહકો વચ્ચે SUVની ડિમાન્ડમાં સતત તેજી જોવા મળી રહી છે. જો ગત મહિના એટલે કે સપ્ટેમ્બર, 2026માં થયેલા આ સેગમેન્ટના વેચાણની વાત કરીએ તો ટાટા નેક્સોને ટોપ-પોઝિશન હાંસલ કરી લીધી છે. ગત મહિને ટાટા નેક્સોન (Tata Nexon)ને કુલ 20,456 નવા લોકોએ ખરીદી. જોકે, આ દરમિયાન વાર્ષિક ધોરણે નેક્સોનના વેચાણમાં 9 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બરાબર એક વર્ષ પહેલાં એટલે કે સપ્ટેમ્બર, 2025માં આ આંકડો 22,573 યુનિટ હતો. બીજી તરફ પાછલા મહિનાની નંબર-1 SUV ટાટા પંચ બીજા નંબરે ખસી ગઈ છે. અહીં ટાટા નેક્સોનના ફીચર્સ, પાવરટ્રેન અને કિંમત વિશે વિગતવાર.
કેવી છે નેક્સોનની ડિઝાઇન
ટાટા નેક્સોનનું એક્સ્ટીરિયર અત્યંત મસ્ક્યુલર અને સ્પોર્ટી નજરે પડે છે. સામેની તરફ આપેલી શાર્પ LED DRLs અને આકર્ષક ગ્રિલ તેને રોડ પર શાનદાર પ્રેઝન્સ આપે છે. સાઇડ પ્રોફાઇલમાં એલોય વ્હીલ્સ અને રૂફ રેલ્સનું કોમ્બિનેશન તેને એક કમ્પ્લીટ SUV લુક આપે છે. જ્યારે રિયરમાં આપેલી કનેક્ટેડ ટેલલાઇટ્સ તેના બેક લુકને વિતેલા સમય કરતાં ઘણો ટ્રેન્ડી બનાવે છે.
ધાસૂ છે SUV ના ફીચર્સ
અંદરથી નેક્સોનનું કેબિન ઘણું પ્રીમિયમ ફીલ કરાવે છે. તેમાં 10.25-ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. આ સિવાય વેટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, ઇલેક્ટ્રિક સનરૂફ, વાયરલેસ ચાર્જિંગ અને 360-ડિગ્રી કેમેરા જેવી આધુનિક સુવિધાઓ મુસાફરીને આરામદાયક બનાવે છે. તેમાં 382 લીટરની મોટી બૂટ સ્પેસ પણ મળે છે.
5-સ્ટાર સેફ્ટીથી છે સજ્જ
નેક્સોનમાં 1.2-લીટર ટર્બો-પેટ્રોલ અને 1.5-લીટર ડિઝલ એન્જિનની સાથે-સાથે CNGનો ઓપ્શન પણ મળે છે. સેફ્ટીના મામલે તેને ભારત અને ગ્લોબલ NCAP તરફથી પૂરા 5-સ્ટાર રેટિંગ પ્રાપ્ત થયેલા છે. તેમાં 6 એરબેગ્સ સ્ટેન્ડર્ડ આપવામાં આવી છે. આ કાર પેટ્રોલ વેરિઅન્ટમાં લગભગ 17 કિમી/લીટર, ડિઝલમાં આશરે 23-24 કિમી/લીટર અને CNG માં લગભગ 17.4 કિમી/કિગ્રાની એવરેજ માઇલેજ આપે છે.
કેટલી છે SUV ની કિંમત
ટાટા નેક્સોનની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત ₹7.40 લાખથી શરૂ કરીને ટોપ મોડેલમાં ₹14.52 લાખ સુધી જાય છે. મજબૂત બિલ્ડ ક્વોલિટી, શાનદાર ફીચર્સ અને દમદાર પરફોર્મન્સના કારણે આ કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં ભારતીય ગ્રાહકોની પહેલી પસંદ બનેલી છે. તમને જણાવી દઈએ કે માર્કેટમાં ટાટા નેક્સોનની સ્પર્ધા મારુતિ બ્રેઝા અને કિયા સોનેટ જેવી SUV સાથે થાય છે.

