Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Rupee earnings washed away by crude surge: 0.5% weakened in September

ક્રૂડના ઉછાળાથી રૂપિયાની કમાણી ધોવાઈઃ સપ્ટેમ્બરમાં 0.5% નબળો પડ્યો

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ક્રૂડના ઉછાળાથી રૂપિયાની કમાણી ધોવાઈઃ સપ્ટેમ્બરમાં 0.5% નબળો પડ્યો
સોર્સ : gstv

વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રની કામગીરી મજબૂત રહી હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના બુલેટિનમાં જણાવાયું છે. જોકે, ક્રૂડ તેલના ભાવમાં થયેલા ઉછાળાને કારણે સપ્ટેમ્બરના બીજા પખવાડિયામાં રૂપિયા પર ફરી દબાણ વધ્યું છે. સપ્ટેમ્બરમાં અત્યાર સુધી રૂપિયામાં આશરે 0.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયા બાદ રૂપિયામાં અત્યાર સુધીમાં આશરે 5 ટકાનો ઘટાડો થયો હોવાનું બુલેટિનમાં જણાવાયું છે.

App Store

ક્રૂડ 100 ડોલર પાર થતાં રૂપિયા પર દબાણ

ક્રૂડ તેલના ભાવમાં વધારાથી દેશનું આયાત બિલ વધી રહ્યું છે, જેના કારણે રૂપિયાના મૂલ્ય પર અસર પડી રહી છે. સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં ડોલરના પ્રવાહને કારણે રૂપિયામાં થોડો સુધારો જોવા મળ્યો હતો. જોકે, ક્રૂડ તેલનો ભાવ ફરી પ્રતિ બેરલ 100 ડોલરને પાર જતા રૂપિયો નબળો પડ્યો હતો.

FCNR-B હેઠળ 127 અબજ ડોલરની ડિપોઝિટ

જૂનમાં શરૂ કરવામાં આવેલી FCNR-B ડિપોઝિટ યોજના હેઠળ ભારતીય બેન્કોને સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયા સુધીમાં આશરે 127 અબજ ડોલરની ડિપોઝિટ મળી હતી. આ ડોલરના પ્રવાહથી ઓગસ્ટમાં બેન્કિંગ વ્યવસ્થામાં પ્રવાહિતા વધવામાં મદદ મળી હતી. જોકે, કરવેરા સંબંધિત નાણાં બહાર જવા અને RBIના પ્રવાહિતા નિયંત્રણ પગલાંથી બાદમાં પ્રવાહિતા ઘટી હતી.

ક્રૂડ મોંઘું થતાં ફુગાવાનું દબાણ વધ્યું

ક્રૂડ તેલના ઊંચા ભાવની અસર છૂટક ફુગાવા પર પણ જોવા મળી છે. ઓગસ્ટમાં છૂટક ફુગાવો વધીને 4.80 ટકા થયો હતો. RBIના જણાવ્યા મુજબ પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં વધારો થાય તો ફુગાવાજન્ય દબાણ વધુ વધી શકે છે. સાથે જ વૈશ્વિક પુરવઠા સાંકળ ખોરવાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

પ્રથમ ત્રિમાસિકમાં વિકાસ દર 7.80 ટકા

વૈશ્વિક પડકારો છતાં ભારતીય અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર 7.80 ટકા રહ્યો હતો. ઓગસ્ટમાં ઉચ્ચ આવર્તનવાળા આર્થિક સૂચકાંકો પણ સકારાત્મક રહ્યા હતા. જુલાઈમાં નેટ વિદેશી સીધું રોકાણ (FDI) 7.40 અબજ ડોલર રહ્યું હતું, જે પાંચ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું છે.