મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ રેલવે મંડળની સપ્ટેમ્બરમાં રૂ. ૮૫૨ કરોડની શાનદાર કમાણી

અમદાવાદ રેલવે મંડળે સપ્ટેમ્બર 2026માં શાનદાર કામગીરી કરતા માલભાડું, યાત્રી અને પા

તસવીર: gstv

અમદાવાદ રેલવે મંડળે સપ્ટેમ્બર 2026માં શાનદાર કામગીરી કરતા માલભાડું, યાત્રી અને પાર્સલ સેવાઓમાંથી કુલ 852 કરોડની આવક નોંધાવી છે. જેમાંથી માલભાડા દ્વારા  636 કરોડ પ્રાપ્ત થયા છે, જ્યારે યાત્રી આવક ગયા વર્ષની સરખામણીએ 34.54 ટકાનો વધારો નોંધાયો છે... આ ઉપરાંત પાર્સલ આવકમાં પણ 20 ટકાનો વધારો થતાં 7 કરોડ 40  લાખ મળ્યા છે. માલ પરિવહનમાં સામખિયાળી ગુડ્સ શેડે 8 કરોડ 64 લાખની રેકોર્ડ કમાણી કરી છે તેમજ નલિયા અને દેવલિયા ગુડ્સ શેડે પણ શ્રેષ્ઠ આવક મેળવી છે. સપ્ટેમ્બર મહિના દરમિયાન ચલાવવામાં આવેલી 25 વિશેષ ટ્રેન ફેરાઓથી 36 હજાર મુસાફરોએ મુસાફરી કરી હતી, જેનાથી રેલવેને 3 કરોડથી વધુની આવક થઈ હતી. સાથોસાથ ટિકિટ ચેકિંગ અભિયાન હાથ ધરીને પણ લાખો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો