એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! સીધા જ સ્કેમર્સ પાસે જશે તમારા બેંકિંગ કોલ્સ, ખતરનાક છે આ માલવેર
જો તમે એવા સ્માર્ટફોન યુઝર્સમાંના એક છો જેઓ ઈન્ટરનેટ પર બહુ એલર્ટ નથી અને નવી એપ્સ ટ્રાય કરતા ર

જો તમે એવા સ્માર્ટફોન યુઝર્સમાંના એક છો જેઓ ઈન્ટરનેટ પર બહુ એલર્ટ નથી અને નવી એપ્સ ટ્રાય કરતા રહો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. એક ખતરનાક માલવેર વિશેની માહિતી સામે આવી છે, જે યુઝર્સની બેંકોમાંથી આવતા કોલ્સને સીધા સ્કેમર્સને રીડાયરેક્ટ કરે છે. આ માલવેરનું નામ FakeCall જણાવવામાં આવ્યું છે અને Kasperskyએ વર્ષ 2022માં આ સૌપ્રથમ વખત આ માહિતી આપી હતી. હવે તેનું નવું વર્ઝન યુઝર્સને નુકસાન પહોંચાડી રહ્યું છે.
આ પણ વાંચો: ચોર સિમ કાર્ડ કાઢીને ફેંકી દેશે તો પણ ટ્રેક થઈ જશે સ્માર્ટફોન, બસ ઓન કરી લો આ સેટિંગ
FakeCall માલવેરને તાજેતરમાં અપડેટ કરવામાં આવ્યું છે અને તેના નવા વર્ઝન સાથે જોડાયેલા અહેવાલો જણાવે છે કે આના દ્વારા એટેકર્સ કોઈના સ્માર્ટફોનને રિમોટલી ટેકઓવર કરી શકે છે. આ ફેરફારની માહિતી Zimperium નામની સાયબર સિક્યોરિટી કંપની દ્વારા આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ માલવેર 'Vishing' ટેકનિકનો ઉપયોગ કરી રહ્યું છે, જે વોઇસ ફિશિંગનું ટૂંકું સ્વરૂપ છે. તેની મદદથી યુઝર્સને ફ્રોડ કોલ કરીને કે વોઈસ મેસેજ મોકલીને ફસાવવામાં આવે છે.
આવી રીતે નુકસાન પહોંચાડે છે ખતરનાક માલવેર
એન્ડ્રોઇડ યુઝર્સની ડિવાઈસ સુધી પહોંચવા માટે, માલવેર APK ફાઈલની મદદ લે છે અને યુઝર્સ એપ ઈન્સ્ટોલ કરતાની સાથે જ FakeCall યુઝર્સને તેને ડિફોલ્ટ ડાયલર એપ બનાવવા માટે કહે છે. આ કર્યા પછી, આ એપ્લિકેશન ઘણી પરવાનગી આપે છે અને માલવેરને ડિવાઈસ પર સંપૂર્ણ નિયંત્રણ મળી જાય છે. એક્સેસિબિલિટી સર્વિસનો ઉપયોગ કરીને, આ માલવેર ફોન પર આવતા કોલ્સ અને તેમાંથી ડાયલ કરવામાં આવેલ કોલ્સની નોંધ લે છે.
ઉદાહરણ તરીકે, જો તમે કોઈ બેંકને કોલ કરો છો, તો તે કોલને બેંકને બદલે સાયબર ક્રિમિનલને રીડાયરેક્ટ કરે છે. તમે તમારી સંવેદનશીલ માહિતી એ વિચારીને શેર કરો છો કે સામેની વ્યક્તિ બેંક કર્મચારી છે અને આમ બેંક એકાઉન્ટ ખાલી કરી દેવામાં આવે છે. તેવી જ રીતે, તમારા ફોન પર આવતા કોલ્સ પણ તેમને ફોરવર્ડ કરી શકાય છે. આ માલવેર સ્ક્રીન રેકોર્ડ કરવા, સ્ક્રીનશોટ લેવા, ડિવાઈસને અનલોક કરવા અને ઓટો-લોકને ડિસેબલ કરવા જેવી વસ્તુઓ પણ કરી શકે છે.
આ રીતે ફેલાય છે માલવેર
અન્ય માલવેર કરતાં FakeCallને શોધવો વધુ મુશ્કેલ છે. આ માલવેર Fake UIનો ઉપયોગ કરે છે અને અસલી એન્ડ્રોઇડ કોલ ઇન્ટરફેસ જેવો દેખાય છે. વધુ એક વસ્તુ સામે આવી છે કે આ માલવેર થર્ડ-પાર્ટી વેબસાઈટ્સ અને Google Play Store જેવા નકલી એપ્લિકેશન ડાઉનલોડ પ્લેટફોર્મ દ્વારા ફેલાય છે. સાયબર સિક્યુરિટી પ્લેટફોર્મે જણાવ્યું છે કે આ માલવેર લગભગ 13 નકલી એપ્સ દ્વારા ફેલાવવામાં આવી રહ્યો છે.








