મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

ચોર સિમ કાર્ડ કાઢીને ફેંકી દેશે તો પણ ટ્રેક થઈ જશે સ્માર્ટફોન, બસ ઓન કરી લો આ સેટિંગ

ફોન ચોર્યા બાદ ચોર તરત જ સિમ કાર્ડ કાઢીને ફેંકી દે છે જેથી ફોનનું લોકેશન ટ્રેક ન થઈ શકે.

ચોર સિમ કાર્ડ કાઢીને ફેંકી દેશે તો પણ ટ્રેક થઈ જશે સ્માર્ટફોન, બસ ઓન કરી લો આ સેટિંગ

ફોન ચોર્યા બાદ ચોર તરત જ સિમ કાર્ડ કાઢીને ફેંકી દે છે જેથી ફોનનું લોકેશન ટ્રેક ન થઈ શકે. આવી સ્થિતિમાં, જો સિમ કાઢી નાખવામાં આવે છે, તો ફાઈન્ડ માય ડિવાઈસ (Find My Device) વિકલ્પ એક્ટિવ હોવા છતાં પણ ફોનને ટ્રેક કરી શકાતો નથી. જો કે, આ સમસ્યાનો ઉકેલ લાવવા, ગૂગલે હવે ફાઈન્ડ માય ડિવાઈસ ફીચરને અપડેટ કર્યું છે, જેમાં હવે તમે સિમ અને ઈન્ટરનેટ કનેક્શન વિના તમારા ખોવાયેલા ફોનને ટ્રેક કરી શકો છો.

આ પણ વાંચો: Smartphone Tricks / આ ટ્રિક્સની મદદથી બચાવી શકો છો મોબાઈલનો ડેટા, આખો દિવસ ચાલશે ઈન્ટરનેટ

ફાઈન્ડ માય ડિવાઈસનું અપડેટેડ વર્ઝન તમામ નવા Android સ્માર્ટફોન પર ઉપલબ્ધ છે. જો તમે આ સુવિધાનો લાભ લેવા માંગતા હોવ તો તરત જ તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરો. આ નવી સુવિધાની મદદથી, યુઝર્સ તેમના એન્ડ્રોઇડ ડિવાઈસ જેમ કે ફોન અને ટેબલેટને સિમ કાર્ડ અને એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન વગર પણ શોધી શકે છે. 

ફાઈન્ડ માય ડિવાઈસ વડે ઓફલાઇન ડિવાઈસ શોધો

હવે ફાઈન્ડ માય ડિવાઈસની મદદથી ઓફલાઈન ડિવાઈસ સર્ચ કરી શકાય છે. આ માટે ડિવાઈસને ફાઈન્ડ માય ડિવાઈસ નેટવર્કમાં એડ કરવી પડશે.

એકવાર ડિવાઈસ ઉમેર્યા પછી, જો તે ખોવાઈ જાય તો તમે તેને બીજી ડિવાઈસમાંથી સમાન Google એકાઉન્ટનો ઉપયોગ કરીને શોધી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે.

ફાઈન્ડ માય ડિવાઈસ નેટવર્કમાં આ રીતે એડ કરો ડિવાઈસ

  • ફોનમાં ફાઈન્ડ માય ડિવાઈસ એપ ખોલો અને તમારા Google એકાઉન્ટથી સાઈન ઈન કરો.
  • સ્ક્રીનના ઉપરના જમણા ખૂણે પ્રોફાઇલ આઈકન પર ટેપ કરો.
  • હવે તમારે Find My Device Settings પર ટેપ કરવાનું રહેશે.
  • હવે તમારે Find Your Offline Device પર ટેપ કરવાનું રહેશે.
  • હવે with network in all areas સિલેક્ટ કરો.

ફાઈન્ડ માય ડિવાઈસનો ઉપયોગ કેવી રીતે કરવો?

  • સૌ પ્રથમ, તમારે અન્ય કોઈપણ ફોન પર તમારા Google એકાઉન્ટમાં સાઈન ઈન કરવું પડશે અને ફાઈન્ડ માય ડિવાઈસ એપ ખોલવી પડશે.
  • હવે તમે જે ડિવાઈસને શોધવા માંગો છો તે પસંદ કરો.
  • હવે ‘Find nearby’ નો ઓપ્શન દેખાશે, તેના પર ટેપ કરો.
  • હવે સ્ક્રીન પર તમને ખોવાયેલ ડિવાઈસ વિશે માહિતી મળશે.
  • જો ડિવાઈસ નજીકમાં છે, તો તમે એપ્લિકેશનની મદદથી ડિવાઈસનું લોકેશન પણ જાણી શકો છો.

આ સમાચાર શેર કરો