Netflixના આ પ્લાન સાથે મળે છે 4 ડિવાઈસની એક્સેસ, વીડિયો ક્વોલિટી પણ છે બેસ્ટ
વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflix દ્વારા ભારતમાં ઘણા સબસ્ક્રિપ્શન પ્લાન ઓફર કરવામાં આવે છે. અહીં અમે તમને ચાર

વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflix દ્વારા ભારતમાં ઘણા સબસ્ક્રિપ્શન પ્લાન ઓફર કરવામાં આવે છે. અહીં અમે તમને ચાર અલગ-અલગ પ્રીપેડ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આમાંથી, યુઝર્સ તેમની સ્ટ્રીમિંગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્લાન પસંદ કરી શકે છે. આમાં 149 રૂપિયાથી શરૂ કરીને 649 રૂપિયા પ્રતિ મહિનાના પ્લાનનો સમાવેશ થાય છે.
નેટફ્લિક્સના પ્લાન
Netflix India દ્વારા ભારતીય યુઝર્સ માટે મુખ્યત્વે ચાર પ્લાન ઓફર કરવામાં આવ્યા છે. જેમાં મોબાઈલ, બેઝિક, સ્ટાન્ડર્ડ અને પ્રીમિયમનો સમાવેશ થાય છે. દરેક પ્લાન વિવિધ સુવિધાઓ સાથે આવે છે. ઓનલાઈન કન્ટેન્ટ જોવાનો અનુભવ દરેકમાં અલગ-અલગ છે.
149 રૂપિયાનો પ્લાન
આ પ્લાન એવા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે જેઓ તેમના મોબાઈલ માટે બેઝિક પ્લાન ઈચ્છે છે. આ પ્લાનમાં 480p રિઝોલ્યુશનની વીડિયો ક્વોલિટી ઉપલબ્ધ છે. આ પ્લાન એન્ડ્રોઈડ ફોન, આઈફોન, આઈપેડ અને ટેબલેટ પર એક્સેસ કરી શકાય છે. આમાં, એક સમયે ફક્ત એક જ યુઝર્સ આ પ્લાનનો ઉપયોગ કરી શકે છે.
199 રૂપિયાનો પ્લાન
આમાં યુઝર્સને વધુ સારું વીડિયો રિઝોલ્યુશન મળે છે. પ્લાનમાં વીડિયોની ક્વોલિટી 480pથી 720p સુધી વધે છે. આ પ્લાન એક યુઝર માટે મોબાઈલ, ટેબલેટ, કોમ્પ્યુટર અને સ્માર્ટ ટીવીની એક્સેસ પ્રદાન કરે છે.
499 રૂપિયાનો પ્લાન
આ Netflixનો સ્ટાન્ડર્ડ પ્લાન છે. આમાં, વ્યક્તિ 1080p પર વીડિયો જોવાનો આનંદ માણી શકે છે. આ પ્લાન સાથે નેટફ્લિક્સનો ઉપયોગ એકસાથે બે ડિવાઈસ પર કરી શકાય છે. આ પ્લાન મોબાઈલ, ટેબલેટ, કોમ્પ્યુટર અને સ્માર્ટ ટીવીની એક્સેસ પ્રદાન કરે છે.
નેટફ્લિક્સ પ્રીમિયમ પ્લાનઃ 649 રૂપિયા
આ પ્લાન ખાસ કરીને એવા લોકો માટે ઓફર કરવામાં આવે છે જેઓ એવો પ્લાન ઇચ્છે છે જેમાં ઘણા લોકો નેટફ્લિક્સનો ઉપયોગ કરી શકે. તેમાં 4K હાઈ સ્ટ્રીમિંગ ક્વોલિટી મળે છે. આમાં, 4 લોકો એક સાથે અલગ અલગ ડિવાઈસ પર નેટફ્લિક્સ ચલાવી શકે છે.








