અરે વાહ! શોરૂમમાં પહોંચતા પહેલા જ છવાઈ ગઈ આ કાર, લોકોએ ખરીદવા માટે કરી પડાપડી
સ્કોડા ઓટો ઈન્ડિયાએ તેની પ્રથમ સબ-4 મીટર SUV Kylaq સાથે ભારતીય બજારમાં હલચલ મચાવી છે. બુકિંગ શરૂ

સ્કોડા ઓટો ઈન્ડિયાએ તેની પ્રથમ સબ-4 મીટર SUV Kylaq સાથે ભારતીય બજારમાં હલચલ મચાવી છે. બુકિંગ શરૂ થયાના માત્ર 10 દિવસમાં જ Kylaqએ 10,000 યુનિટના બુકિંગના આંકડાને સ્પર્શ કર્યો છે. આ સિદ્ધિ ભારતીય SUV માર્કેટમાં સ્કોડા ઓટોની મજબૂત પકડ અને આ નવી કાર પ્રત્યે ગ્રાહકોના વધતા વિશ્વાસને દર્શાવે છે.
આ પણ વાંચો : મહિન્દ્રા થાર પર વર્ષની સૌથી મોટી ઓફર, આ વેરિયન્ટ પર મળી રહ્યું છે સૌથી વધું ડિસ્કાઉન્ટ!
આ સફળતાને આગળ વધારવા માટે સ્કોડા ઓટો ઈન્ડિયાએ Kylaq સાથે ‘ડ્રીમ ટૂર’ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે દેશના મુખ્ય શહેરોના ગ્રાહકો સાથે જોડાવાનો પ્રયાસ કરશે. આ ઝુંબેશ હેઠળ ત્રણ Kylaq SUV 13 ડિસેમ્બર 2024ના રોજ પુણેના ચાકન પ્લાન્ટમાંથી બહાર આવી છે અને આગામી 43 દિવસ સુધી સમગ્ર દેશમાં પ્રવાસ કરશે. આ પ્રવાસ 70 થી વધુ શહેરોને આવરી લેશે અને 25 જાન્યુઆરી, 2025ના રોજ ચાકન પ્લાન્ટમાં પરત ફરશે.
10 દિવસમાં 10,000 યુનિટનું બુકિંગ
સ્કોડા ઓટો ઈન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર પેટ્ટર જેન્નીબાએ જણાવ્યું હતું કે, “10 દિવસમાં 10,000 બુકિંગ, તે પણ શોરૂમમાં કાર લોન્ચ કર્યા વિના! Kylaq અમારા માટે સંપૂર્ણપણે નવી કાર છે, જે સબ-4 મીટર SUV સેગમેન્ટમાં અમારી પ્રથમ ઓફર છે. આ બુકિંગ એ વાતનો પુરાવો છે કે લોકોનો સ્કોડા બ્રાન્ડમાં અતૂટ વિશ્વાસ છે. Kylaq યુરોપિયન ટેક્નોલોજીને ભારતીય રસ્તાઓ પર સુલભ બનાવશે અને અમારી ‘ડ્રીમ ટૂર’ ગ્રાહકોને કારની આધુનિક ડિઝાઇન અને વિશિષ્ટ ફીચર્સ પ્રથમ હાથનો અનુભવ આપશે.”
સ્કોડા કાયલાક એન્જિન
Skoda Kylaqને 1.0 TSI એન્જિન સાથે રજૂ કરવામાં આવ્યું છે, જે મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તેને ચાર વેરિયન્ટ અને સાત કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવશે. તમામ વેરિયન્ટમાં છ એરબેગ્સ સહિત 25 થી વધુ સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી છે. Kylaqને 800,000 કિલોમીટરથી વધુના પરીક્ષણ બાદ વિકસાવવામાં આવ્યું છે, જે તેની તાકાત અને વિશ્વસનીયતા સાબિત કરે છે.
સ્કોડા ઓટો ઈન્ડિયાએ પ્રથમ 33,333 ગ્રાહકો માટે ખાસ ઓફર પણ રજૂ કરી છે. આ ગ્રાહકોને મફત ત્રણ વર્ષનું Standard Maintenance પેકેજ મળશે, જે Kylaqના જાળવણી ખર્ચને પ્રતિ કિલોમીટર (5 વર્ષ માટે) માત્ર ₹0.24 સુધી મર્યાદિત કરશે. Kylaqનું ક્લાસિક વેરિયન્ટ પહેલેથી જ બુક કરવામાં આવ્યું છે, પરંતુ ગ્રાહકો જ્યારે બુકિંગ સ્લોટ ખુલે ત્યારે આ વેરિયન્ટ માટે તેમની રુચિ નોંધાવી શકે છે. Skoda Kylaq 27 જાન્યુઆરી 2025થી સત્તાવાર રીતે શોરૂમમાં ઉપલબ્ધ થશે.








