મહિન્દ્રા થાર પર વર્ષની સૌથી મોટી ઓફર, આ વેરિયન્ટ પર મળી રહ્યું છે સૌથી વધું ડિસ્કાઉન્ટ!
મહિન્દ્રાએ ડિસેમ્બર 2024માં તેના લોકપ્રિય ઓફ-રોડર થર 3-ડોર પર અત્યાર સુધીના સૌથી મોટા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. કંપની તે

મહિન્દ્રાએ ડિસેમ્બર 2024માં તેના લોકપ્રિય ઓફ-રોડર થર 3-ડોર પર અત્યાર સુધીના સૌથી મોટા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. કંપની તેના MY2024 મોડલ્સની ઈન્વેન્ટરી સાફ કરવા માટે આ મોટી ઓફર લઈને આવી છે. આ વખતનું ડિસ્કાઉન્ટ દિવાળી ઑફર્સ કરતાં પણ વધુ આકર્ષક છે.
આ પણ વાંચો: આ કાર પર મળી રહ્યું બમ્પર ડિસ્કાઉન્ટ, Creta, Vitara, Seltosને આપે છે ટક્કર
જો તમે પાવરફુલ અને સ્ટાઇલિશ SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ એક સુવર્ણ તક છે. ચાલો જાણીએ કે મહિન્દ્રા થાર પર આ મહિને કઈ-કઈ ઑફર્સ ઉપલબ્ધ છે.
થાર 4WD પર 3.06 લાખ રૂપિયા સુધીની બચત!
આ મહિને મહિન્દ્રા થારના 4WD વેરિયન્ટ ખાસ કરીને અર્થ એડિશન પર 3.06 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ એડિશન ફેબ્રુઆરી 2024માં લોન્ચ કરવામાં આવી હતી અને તે LX હાર્ડટોપ વેરિયન્ટ પર આધારિત છે. તેને એક અનોખો ‘Desert Fury’ મેટ શેડ કલર મળે છે અને બી-પિલર્સ અને રિયર ફેન્ડર્સ પર ‘Earth Edition’ બેજ લગાવવામાં આવ્યાં છે. આંતરિક ભાગમાં ડ્યુઅલ-ટોન બેજ અને બ્લેક લેધરેટ અપહોલ્સ્ટરી છે. તેની કિંમત 15.40 લાખ રૂપિયાથી 17.60 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે છે. Thar 4WD સ્ટાન્ડર્ડ વેરિયન્ટ પણ 1.06 લાખ સુધીના લાભ મેળવી રહ્યાં છે.
થાર 2WD મોડલ પર પણ ભારે ડિસ્કાઉન્ટ
પેટ્રોલ એન્જિનવાળા 2WD વેરિયન્ટ પર 1.31 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જે ગયા મહિનાની સરખામણીએ 31,000 વધુ છે. ડીઝલ એન્જિનવાળા 2WD વેરિયન્ટ પર 56,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ વેરિયન્ટની કિંમત 11.35 લાખ રૂપિયાથી 14.10 લાખ રૂપિયાની વચ્ચે છે.
મહિન્દ્રા થારની બીજી જનરેશન બજારમાં ઘણી લોકપ્રિય રહી છે. જૂન અને નવેમ્બર 2024 વચ્ચે દર મહિને આ SUVના સરેરાશ 6,500 યુનિટ વેચાયા છે. તેનું પાવરફુલ એન્જિન, ઓફ-રોડિંગ ક્ષમતાઓ અને પ્રીમિયમ ડિઝાઇનને કારણે આ SUV ગ્રાહકોની પ્રથમ પસંદગી બની રહી છે.








