મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

આ કાર પર મળી રહ્યું બમ્પર ડિસ્કાઉન્ટ, Creta, Vitara, Seltosને આપે છે ટક્કર

જો તમે આગામી થોડા દિવસોમાં નવી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. અગ્રણી કાર ઉત્પાદક M

આ કાર પર મળી રહ્યું બમ્પર ડિસ્કાઉન્ટ, Creta, Vitara, Seltosને આપે છે ટક્કર

જો તમે આગામી થોડા દિવસોમાં નવી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. અગ્રણી કાર ઉત્પાદક MG ડિસેમ્બર 2024 દરમિયાન લોકપ્રિય મધ્યમ કદની SUV Astor પર બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. એક સમાચાર અનુસાર, આ સમયગાળા દરમિયાન ગ્રાહકો MG Astor ખરીદીને વધુમાં વધુ 1.25 લાખ રૂપિયા બચાવી શકે છે. ડિસ્કાઉન્ટ વિશે વધુ વિગતો માટે ગ્રાહકો તેમની નજીકની ડીલરશીપનો સંપર્ક કરી શકે છે. અહીં જાણો MG Asterના ફીચર્સ, પાવરટ્રેન અને કિંમત વિશે વિગતવાર...

આ પણ વાંચો : નેક્સોન, બ્રેઝા સાથે ટક્કર આપતી આ કારની ભારે માંગ, કિંમત માત્ર 8 લાખ જ!

SUVની પાવરટ્રેન કંઈક આ પ્રકારની 

જો પાવરટ્રેન વિશે વાત કરીએ તો ગ્રાહકોને MG Asterમાં 2 એન્જિનનો વિકલ્પ મળે છે. પ્રથમ 1.3-લીટર ટર્બો પેટ્રોલ એન્જિનથી સજ્જ છે જે 140bhp મહત્તમ પાવર અને 220Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. જ્યારે અન્ય 1.5-લીટર પેટ્રોલ એન્જિનથી સજ્જ છે જે 110bhpનો મહત્તમ પાવર અને 144Nmનો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. ભારતીય બજારમાં MG Astor હ્યુન્ડાઈ ક્રેટા, કિયા સેલ્ટોસ, હોન્ડા એલિવેટ અને મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા સાથે ટક્કર કરે છે.

આ છે SUVની કિંમત

બીજી તરફ ફિચર્સ તરીકે કારમાં 10-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, વાયરલેસ ફોન ચાર્જર, ક્રૂઝ કંટ્રોલ, 7 ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે અને પેનોરેમિક સનરૂફ આપવામાં આવ્યા છે. આ સિવાય સુરક્ષા માટે કારમાં 6-એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, ઓટોમેટિક ઈમરજન્સી બ્રેકિંગ સાથે એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ (ADAS) જેવા ફીચર્સ પણ છે. MG Astorની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત ટોચના મોડલ માટે 9.98 લાખથી 18.08 લાખ સુધીની છે.

નોંધ : અમે વિવિધ પ્લેટફોર્મ અને સ્ત્રોતોની મદદથી કાર પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ જણાવી રહ્યા છીએ. આ ડિસ્કાઉન્ટ તમારા શહેર અથવા ડીલરમાં વધુ કે ઓછું હોઈ શકે છે. આવી સ્થિતિમાં કાર ખરીદતા પહેલા ડિસ્કાઉન્ટને લગતી તમામ વિગતો જાણી લો.

આ સમાચાર શેર કરો