વોટ્સએપમાં આવી રહ્યું છે એક એવું ફિચર, જે ચેટિંગને બનાવી દેશે મજેદાર
વોટ્સએપમાં એક એવું ફિચર આવી રહ્યું છે જે ચેટિંગને મજેદાર બનાવી દેશે. હવે એક નવા ફિચરને વોટ્સએપ પર લાવવા માટે કામ ચાલી

વોટ્સએપમાં એક એવું ફિચર આવી રહ્યું છે જે ચેટિંગને મજેદાર બનાવી દેશે. હવે એક નવા ફિચરને વોટ્સએપ પર લાવવા માટે કામ ચાલી રહ્યું છે. વોટ્સએપનું આ ફિચર લાવવા પાછળનું કારણ એ છે કે, યૂઝર્સ માટે ચેટિંગને વધુ મજેદાર બનાવી શકાય અને યૂઝર્સના અનુભવને વધારી પણ શકાય. ચાલો જાણીએ કે, આ નવું ફિચર ડબલ ટેપથી શું થશે અને કેવી રીતે કામ કરશે.
WAbetaInfoનો રિપોર્ટ
WAbetaInfoના રિપોર્ટ પ્રમાણે પ્રખ્યાત ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppમાં એક નવું ફિચર ઉમેરાશે. આ ફિચર માત્ર ઈમોજીના માધ્યમથી રિએક્ટ કરવાની આઝાદી આપશે. એનો અર્થ એ કે, તમે ઝડપથી માત્ર એક ડબલ ટેપ દ્વારા પોતાના ઈમોશન સામે વાળાને ઈમોજીના માધ્યમથી બતાવી શકો છો.
રિએક્શન ફિચર પર કામ
જો આપણે આ રિપોર્ટ પર ધ્યાન આપીએ તો તેના માધ્યમથી જાણકારી મળે છે કે, વોટ્સએપ બીટા એન્ડ્રોઈડ વર્ઝન 2.24.16.7 અપડેટમાં આ ફિચરને બીટા ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ અપડેટથી માહિતી મળે છે કે, વોટ્સએપ એક ડબલ ટેપ ફિચર પર કામ કરી રહ્યું છે.
રિએક્શન પ્રોસેસમાં તેજી
આ ફિચરનો ઉદ્દેશ્ય રિએક્શન પ્રોસેસમાં તેજી લાવવાનો છે. એવું પણ કહી શકાય કે, આ ફિચરની મદદથી ખૂબ તેજીથી ગ્રાહક પોતાના ઈમોશન્સ સામે વાળા સાથે શેર કરી શકે છે. આ ફિચર હાલમાં બીટા વર્ઝનમાં છે, તેનો અર્થ એ છે કે આગામી કેટલાક સમયમાં આ ફિચરને તમામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે.
કમ્યૂનિકેશનને મજેદાર બનાવી શકે છે
આ રિપોર્ટમાં એક સ્ક્રીનશોટ પણ લગાવવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ડબલ ટેપ રિએક્શન ફિચર ગ્રાહકોનો સમય બચાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ફિચરની મદદથી તમે ઝડપથી ડબલ ટેપ કરીને રિપ્લાઈ આપી શકો છો અને પોતાના કમ્યૂનિકેશનને વધુ સારું અને મજેદાર બનાવી શકો છો.
ડબલ ટેપ ફિચર વર્ક
ડબલ ટેપ ફિચરની મદદથી તમે કોઈપણ મેસેજ પર ઝડપથી ડિફોલ્ટ હાર્ટ ઈમોજીને શેર કરી શકો છો. તેનાથી રિએક્શનનો સમય બચશે. તમને બીજું કંઈ કર્યા વિના અને માત્ર એક ડબલ ટેપ દ્વારા જવાબ આપવાની તક મળશે. જો કે, તમે માત્ર હાર્ટ ઇમોજી જ નહીં અન્ય ઈમોજીથી પણ રિપ્લાઈ આપી શકો છો.








