કાર છે કે ફાઈટર જેટ? મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં મર્સિડીઝે બતાવી આ સુપરકાર
જર્મનીની અગ્રણી લક્ઝરી કાર ઉત્પાદક મર્સિડીઝ-બેન્ઝે મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાત

જર્મનીની અગ્રણી લક્ઝરી કાર ઉત્પાદક મર્સિડીઝ-બેન્ઝે મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે તેની નવી વિઝન વન-ઈલેવન કોન્સેપ્ટ કારનું પ્રદર્શન કર્યું છે. 1960 અને 1970ના દાયકાની પ્રખ્યાત C111 કારથી પ્રેરિત આ કારનો દેખાવ અને ડિઝાઇન ખૂબ જ અનોખી છે. મર્સિડીઝ-મેબેક વિઝન 6 કૂપ, એએમજી જીટી6, ઇલેક્ટ્રિક જી-ક્લાસ અને પ્રોજેક્ટ મેબેક પછી, વિઝન વન-ઈલેવન એ ભારતમાં મર્સિડીઝ-બેન્ઝ દ્વારા પ્રદર્શિત પાંચમી યુનિક કોન્સેપ્ટ કાર છે.
આ પણ વાંચો: અરે વાહ! શોરૂમમાં પહોંચતા પહેલા જ છવાઈ ગઈ આ કાર, લોકોએ ખરીદવા માટે કરી પડાપડી
વિઝન વન-ઈલેવન કોન્સેપ્ટ એ મિડ એન્જિન ઈલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર છે. જેને સ્મૂધ અને એરોડાયનેમિક બોડી સાથે ડિઝાઇન કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તે ડ્રેગ ઘટાડવામાં મદદ કરે છે. આ કારની કેબિન જોઈને તમને ફાઈટર જેટની યાદ આવી જશે.
આ કારનો કોન્સેપ્ટ C111ને ટ્રિબ્યુટ આપવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. C111 એ 70ના દાયકાના પ્રાયોગિક મિડ-એન્જિન વાહનોની સિરીઝ હતી જે મૂળરૂપે રોટરી એન્જિન સાથે આવતી હતી. જોકે, તે ક્યારેય પ્રોડક્શન લેવલ પર ન હતી પહોંચ્યું અને માત્ર 12 યુનિટ પ્રયોગ તરીકે તૈયાર કરવામાં આવ્યા હતા.
આ કારને મર્સિડીઝના ચીફ ડિઝાઇન ઓફિસર ગોર્ડન વેગનર દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. વિઝન વન-ઈલેવન બ્રિટિશ ફર્મ યાસા દ્વારા ઉત્પાદિત બે રીઅર-માઉન્ટેડ એક્સિયલ-ફ્લક્સ ઈલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરે છે. તેનો લિક્વિડ-કૂલ્ડ સિલિન્ડ્રિકલ બેટરી સેલ યુકે સ્થિત મર્સિડીઝ-એએમજીના ફોર્મ્યુલા 1 વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. મર્સિડીઝના ચીફ ટેક્નોલોજી ઓફિસર માર્કસ શેફર કહે છે, "મર્સિડીઝ-બેન્ઝ વિઝન વન-ઈલેવન પરફોર્મન્સના ભાવિ માટે નવા રસ્તાઓ શોધે છે. તે મોટરસ્પોર્ટ જેવું પાવર આઉટપુટ આપે છે."
મર્સિડીઝ અને યાસા દ્વારા એક્સિયલ-ફ્લક્સ ઈલેક્ટ્રિક મોટર્સનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી આ કારની ડિઝાઈનનો સંબંધ છે, વન-ઈલેવનની સ્ટાઇલ વધુ સારી એરોડાયનેમિક પ્રતિબિંબિત કરે છે, જે તેને સુપરકાર બનાવવા માટે સક્ષમ બનાવે છે. તેની ઊંચાઈ ઘણી ઓછી રાખવામાં આવી છે.
તેનો લો-સેટ ફ્રન્ટ એન્ડ જૂના C111 પ્રોટોટાઈપ જેવો દેખાય છે, જેમાં બ્લફ નોઝ સેક્શન છે. તેમાં રાઉન્ડ હેડલેમ્પ્સ સાથે પિક્સલેટેડ ગ્રિલનો સમાવેશ થાય છે. હેડલેમ્પ્સની પાછળ ત્રણ એર ઇન્ટેક પણ જોઇ શકાય છે. વન-ઈલેવનના પાછળના ભાગમાં એક મોટું સ્પોઈલર આપવામાં આવ્યું છે. તેમાં મોટી સાઈઝના વ્હીલ્સ આપવામાં આવ્યા છે જે આકર્ષક એલોયથી સજ્જ છે. કારના ઇન્ટિરિયરની વાત કરીએ તો, બે સીટના સ્ક્વોબને પેડલ્સ સાથે ફ્લોરમાં એકીકૃત કરવામાં આવ્યા છે. એટલે કે ડ્રાઈવર અને કો-ડ્રાઈવર બંને પગ લંબાવીને બેસી શકે છે. તેની સીટો સંપૂર્ણ જાંઘના ટેકા સાથે આવે છે.
કારમાં ફોર્મ્યુલા 1 સ્ટાઇલ સ્ટીયરીંગ વ્હીલ છે. જ્યારે ડ્રાઇવરની માહિતી માટે, ડિસ્પ્લેની અંદર સેન્ટ્રલ ટચસ્ક્રીન આપવામાં આવી છે જે મર્સિડીઝના નવા 'MBUX' સોફ્ટવેર દ્વારા સંચાલિત છે.








