ભૂલથી ડિલીટ થઈ ગઈ છે Instagram Reel? આ સિક્રેટ ફીચરથી તરત જ કરો રિકવર
જ્યારથી ભારતમાં TikTok પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારથી ઇન્સ્ટાગ્રામ પર રીલ્સનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. કદાચ તમ

જ્યારથી ભારતમાં TikTok પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારથી ઇન્સ્ટાગ્રામ પર રીલ્સનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. કદાચ તમારી સાથે પણ એવું બન્યું હશે કે ઇન્સ્ટાગ્રામ પરથી તમારી પોસ્ટ્સ અથવા રીલ્સ ભૂલથી ડિલીટ થઈ ગઈ હોય. ભૂલથી ડિલીટ થઈ ગયેલી કોઈ વસ્તુનો અફસોસ કરવાથી ફાયદો નથી થતો. આવી સ્થિતિમાં અમે તમને એ જણાવીશું કે તમે તેને રિકવર કેવી રીતે કરી શકો છો.
અહીં નોંધનીય વાત એ છે કે તમે 30 દિવસની અંદર જ પોસ્ટ અથવા રીલને રિકવર કરી શકો છો. ચાલો જાણીએ કે રિકવર કરવાનો ઉપાય શું છે?
આ રીતે કરો રિકવર
સૌથી પહેલા તમારા ફોનમાં ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરો, ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કર્યા પછી તમારે નીચે જમણી બાજુ દર્શાવેલ તમારા પ્રોફાઈલ ફોટો પર ટેપ કરવું પડશે.
પ્રોફાઇલ ફોટો પર ક્લિક કર્યા પછી, ઉપરની જમણી બાજુએ દેખાતા ત્રણ લાઇનના આઇકોન પર ટેપ કરો. ત્રણ લાઇનના આઇકોન પર ટેપ કર્યા પછી, તમારે How You Use Instagram વિભાગમાં જવું પડશે.
How You Use Instagram વિભાગમાં તમારે Your Activityના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરશો એટલે તરત જ તમને ઘણા વિકલ્પો જોવા મળશે.
તમારે લોકોએ Removed and Archived Content વિભાગમાં Recently Deleted વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી, તમે જે પણ પોસ્ટ અથવા રીલ છેલ્લા ૩૦ દિવસમાં ડિલીટ કરી છે તે ત્યાં જોવા મળશે. તેમાંથી તમે ભૂલથી ડિલીટ કરેલી પોસ્ટ કે રીલ રિકવર કરી શકો છો.
Recently Deleted વિકલ્પમાં, તમે બે વિભાગો જોશો, એક પોસ્ટ માટે અને બીજો રીલ્સ માટે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ રીલને રિકવર કરવા માંગતા હોવ, તો તે રીલ પર ક્લિક કરો અને પછી રીલની ઉપર જમણી બાજુએ દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો, તમને Restore વિકલ્પ મળશે. તેના પરક્લિક કરશો એટલે તમારી રીલ રિકવર થઈ જશે. અને પાછી પહેલાની જેમ તમારી પ્રોફાઈલમાં દેખાશે.








