મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

ફોન ચાર્જ કરતી વખતે ફોલો કરો આ નિયમ, વધી જશે સ્માર્ટફોનની બેટરી લાઈફ

તમારા સ્માર્ટફોનની બેટરી લાઈફને લાંબા સમય સુધી સારી રાખવા માટે, ફોનને ચાર્જ કરતી વખતે કેટલીક બ

ફોન ચાર્જ કરતી વખતે ફોલો કરો આ નિયમ, વધી જશે સ્માર્ટફોનની બેટરી લાઈફ

તમારા સ્માર્ટફોનની બેટરી લાઈફને લાંબા સમય સુધી સારી રાખવા માટે, ફોનને ચાર્જ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આજકાલ સ્માર્ટફોન આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. ફોનનો ઉપયોગ મોટાભાગના કામ માટે થાય છે. પરંતુ તેમની બેટરી લાઈફને લઈને હંમેશા ચિંતા રહે છે. તેથી જ, તાજેતરના સમયમાં 80/20 નિયમ ખૂબ ચર્ચામાં છે. ચાલો જાણીએ કે આ નિયમ શું છે અને તેને ફોલો કરવો શા માટે જરૂરી છે.

80/20 નિયમ શું છે?

80/20 નિયમનો અર્થ એ છે કે તમારે તમારા સ્માર્ટફોનને ફક્ત 20 ટકાથી 80 ટકાની વચ્ચે ચાર્જ રાખવો જોઈએ. એટલે કે, જ્યારે બેટરી 20 ટકા સુધી પહોંચે, ત્યારે ચાર્જ કરવાનું શરૂ કરો અને 80 ટકા ચાર્જ થઈ જાય એટલે ચાર્જિંગ બંધ કરો. આ સ્માર્ટફોનની બેટરી લાઈફ વધારવામાં મદદ કરે છે.

આ નિયમ શા માટે જરૂરી છે?

બેટરી લાઈફ વધારે છે

વારંવાર ફૂલ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ બેટરીના સેલ્સ પર દબાણ લાવે છે, જે તેમની ક્ષમતા ઘટાડે છે. 80/20 નિયમથી બેટરીના સેલ્સ પર ઓછું પ્રેશર આવે છે અને બેટરી લાઈફ વધે છે.

બેટરીને વધુ ગરમ થવાથી અટકાવે છે

સતત ફુલ ચાર્જ પર રહેવાથી બેટરી વધુ ગરમ થઈ શકે છે, જે બેટરીને નુકસાન થવાનું જોખમ વધારે છે. બેટરીનું તાપમાન 80/20 નિયમ દ્વારા નિયંત્રિત થાય છે. આ નિયમ બેટરીના ઓવરચાર્જિંગ અને અંડરચાર્જિંગને અટકાવે છે.

અન્ય મહત્ત્વપૂર્ણ ટિપ્સ

ઓરિજનલ ચાર્જરનો ઉપયોગ કરો

શક્ય હોય ત્યાં સુધી તમારા ફોન સાથે આવેલા ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરો. લોકલ ચાર્જર બેટરીને નુકસાન પહોંચાડી શકે છે.

ફોનને ઠંડી જગ્યાએ ચાર્જ કરો

સીધા સૂર્યપ્રકાશ અથવા ગરમીમાં ફોનને ચાર્જ ન કરો. આના કારણે બેટરી વધુ ગરમ થઈ શકે છે.
બેટરીને ઠંડી રાખવા માટે ફોનને ગરમ જગ્યાએ ન મૂકો, જેમ કે કારના ડેશબોર્ડ પર અથવા સૂર્યપ્રકાશમાં.

બેટરી સેવર મોડનો ઉપયોગ કરો

ઘણા ફોનમાં બેટરી સેવર મોડનો વિકલ્પ હોય છે. જ્યારે બેટરી ઓછી થઈ જાય, ત્યારે આ મોડ ચાલુ કરો.

બેકગ્રાઉન્ડ એપ્લિકેશનો બંધ કરો

જ્યારે તમે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતા હોવ, ત્યારે બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સને બંધ કરો. આ એપ્સ બેટરીનો વપરાશ વધારી શકે છે.

તમારા ફોનને અપડેટ રાખો

તમારા સ્માર્ટફોનને નિયમિતપણે અપડેટ કરો. ઓફ્ટવેર અપડેટ્સમાં બેટરી લાઇફને બહેતર બનાવવા માટેના ફિક્સનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો