એપલના નવા ફીચર પર શરૂ થયો વિવાદ, પ્રાઈવસી પર ઉભા થઈ રહ્યા છે સવાલો
એપલ પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે iOS 18 અને MacOS યુઝરના ડેટાને ઓટોમેટિક એપલને મોકલી આપે છે, તે પણ યુઝરની કોઈપણ જાત

એપલ પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે iOS 18 અને MacOS યુઝરના ડેટાને ઓટોમેટિક એપલને મોકલી આપે છે, તે પણ યુઝરની કોઈપણ જાતની પરવાનગી વગર.
નવું ફીચર
એપલ દ્વારા iOS 18 અને MacOSમાં Enhanced Visual Search ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર માટે એપલ ડેટા કલેક્ટ કરતું રહે છે. તેને કારણે યુઝરના ડેટા અને પ્રાઈવસી વિશે સવાલો ઊભા થયા છે. યુઝરના ફોટોમાં કે કોઈપણ અન્ય ફોટોમાં કોઈ લેન્ડમાર્ક હોય તો તેની માહિતી મેળવવા માટે યુઝર હવે આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. એપલ દ્વારા iOS 15માં Visual Look Up ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું, પણ હવે તેને Enhanced Visual Search નામ આપીને અપડેટ કરવામાં આવ્યું છે. આ ફીચરથી યુઝર્સને iOS 18 અને MacOSમાં કોઈપણ જગ્યા વિશે પૂરતી માહિતી મળી શકે છે.
આ પણ વાંચો: 10 હજારથી પણ ઓછી કિંમતમાં 5G સ્માર્ટફોન લોન્ચ, અવનવા ફીચર્સથી છે સજ્જ
પ્રાઈવસી અંગે ચિંતા
એપલ દ્વારા યુઝરના ફોટોના ડેટા ક્લેક્ટ કરવામાં આવે છે. આ ફોટો ક્યાં ક્લિક કર્યો છે તેની લોકેશન લેવામાં આવે છે અને તેને તેમના સર્વર પર મોકલવામાં આવે છે. આ ડેટાને લઈને વિવાદ એટલા માટે છેડાયો છે કે એપલ દ્વારા આ માટે યુઝરની પરવાનગી નથી લેવામાં આવતી. કોઈ પણ ડેટા ક્લેક્ટ કરતાં પહેલા યુઝરની પરવાનગી લેવી જરૂરી છે, જે એપલ અન્ય તમામ બાબતમાં લે છે. જોકે આ એક એવું ફીચર છે જે ઓટોમેટિક એક્ટિવેટ હોય છે અને જેમાં યુઝરની કોઈ પરવાનગી નથી લેવામાં આવતી. આ કારણસર યુઝરના ડેટાને શેર કરવા અને પ્રાઈવસી અંગે સવાલો ઊભા થાય છે.
એપલનો જવાબ
એપલ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના માટે યુઝર્સની પ્રાઈવસી ખૂબ જ મહત્ત્વની છે અને તે કોઈપણ પ્રકારના ચેડા નથી કરતા. એપલ જે ડેટા ક્લેક્ટ કરે છે, તેને સર્વર પર એન્ક્રિપ્ટેડ ફાઈલમાં સેન્ડ કરવામાં આવે છે અને તેને એપલ દ્વારા જોઈ શકાતું નથી. તે ફક્ત લેન્ડમાર્ક વિશે ડેટા ક્લેક્ટ કરે છે અને તે પણ મશીન દ્વારા કરવામાં આવે છે. આથી, ફોટોમાં શું છે તે જાણી શકાતું નથી. તેમ છતાં, યુઝર્સની પરવાનગી વગર ડેટા લેવામાં આવે છે તે મુદ્દે ટીકા કરવામાં આવી રહી છે.
વિવાદનો ઉકેલ
એપલ દ્વારા હાલમાં જ અપડેટ દ્વારા ઓપ્શન આપવામાં આવ્યું છે જેમાં યુઝર્સ Enhanced Visual Search ફીચર બંધ કરી શકે છે. આ માટે યુઝરે સેટિંગ્સમાં જઈને Photosમાં જઈને Enhanced Visual Search ઓપ્શન બંધ કરવું. આ ફીચર બંધ કરતાં જ યુઝરના કોઈપણ ડેટા એપલના સર્વર પર નહીં જાય.








