Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : 5G smartphone launched in less than 10 thousand

10 હજારથી પણ ઓછી કિંમતમાં 5G સ્માર્ટફોન લોન્ચ, અવનવા ફીચર્સથી છે સજ્જ

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2024
લાઇવ ટીવીGoogle News
10 હજારથી પણ ઓછી કિંમતમાં 5G સ્માર્ટફોન લોન્ચ, અવનવા ફીચર્સથી છે સજ્જ

Lavaએ શુક્રવારે (27 ડિસેમ્બર 2024) ભારતમાં તેની Yuva સિરીઝનો નવીનતમ સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો. Lava Yuva 2 5G એ કંપનીનો નવો હેન્ડસેટ છે અને તેમાં 50MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. ઉપકરણમાં Unisoc T760 ચિપસેટ, 5000mAh બેટરી અને 6.67 ઇંચ HD+ સ્ક્રીન જેવી સુવિધાઓ છે. અહીં જાણો નવા Lava Yuva 2 5G સ્માર્ટફોનની કિંમત અને સુવિધાઓ વિશે વિગતવાર...

App Store

Lava Yuva 2 5G સ્માર્ટફોનના 4 GB રેમ 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9,499 રૂપિયા છે. આ સ્માર્ટફોનને દેશભરના રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. હાલમાં કંપનીએ આ હેન્ડસેટને ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવા સંબંધિત કોઈ માહિતી આપી નથી.

આ પણ વાંચો : મુકેશ અંબાણીએ નવા વર્ષની ભેટ આપી, આ પ્લાનમાં મળશે આટલા રૂપિયાનો ફાયદો 

લાવાના આ સ્માર્ટફોનને માર્બલ બ્લેક અને માર્બલ વ્હાઇટ કલરમાં ખરીદી શકાય છે. આ ફોન એક વર્ષની વોરંટી સાથે આવે છે. કંપની સ્માર્ટફોન સાથે ફ્રી ડોરસ્ટેપ સર્વિસ ઓફર કરી રહી છે.

Lava Yuva 2 5G સ્માર્ટફોનમાં 6.67 ઇંચની HD+ સ્ક્રીન છે જેનો રિફ્રેશ રેટ 90 Hz છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 700 nits છે. લાવાના આ હેન્ડસેટમાં Unisoc T760 પ્રોસેસર છે. ફોનમાં 4GB રેમ છે. ભારતીય કંપનીનો આ સ્માર્ટફોન 4GB સુધી વર્ચ્યુઅલ રેમ ઓપ્શન સાથે આવે છે. ફોનમાં 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 14 ઓએસ સાથે આવે છે.

ફોટોગ્રાફી માટે Lava Yuva 2 5Gમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ઉપકરણમાં 50MP AI પ્રાઈમરી રીઅર કેમેરા અને 2 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર છે. આ લાવા ફોનના રિયર કેમેરા મોડ્યુલમાં નોટિફિકેશન લાઇટ ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે કે ઇન-સિસ્ટમ અને એપ નોટિફિકેશન સિવાય જ્યારે ઇનકમિંગ કોલ આવશે ત્યારે લાઇટ ઝબકશે.

Lava Yuva 2 5G ને પાવર આપવા માટે 5000mAh બેટરી આપવામાં આવી છે જે USB Type-C પોર્ટ દ્વારા 18W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ પણ છે. સુરક્ષા માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર્સ આપવામાં આવ્યા છે.