પર્સનલ વાતો સાંભળી શકે છે તમારા કમ્પ્યુટરનું માઉસ, નવા રિપોર્ટમાં થયો ખુલાસો; જાણો તેને કેવી રીતે ટાળવું
શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા કમ્પ્યુટરનું માઉસ તમારી પસર્નલ વાતચીતો સાંભળી શકે છે? તાજેતરના એક અભ્ય

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા કમ્પ્યુટરનું માઉસ તમારી પસર્નલ વાતચીતો સાંભળી શકે છે? તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તમારું કમ્પ્યુટર માઉસ પણ તમારી પસર્નલ વાતચીતો સાંભળી શકે છે. આ ખુલાસો તમને તમારા માઉસ દ્વારા કંઈપણ સ્ક્રોલ કરતા પહેલા બે વાર વિચારવા મજબૂર કરશે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા આ નવી પદ્ધતિને Mic-E-Mouse નામ આપ્યું છે. આ પદ્ધતિમાં, હેકર્સ માઉસનો ઉપયોગ છુપાયેલા માઇક્રોફોન તરીકે કરી શકે છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ સમજાવ્યું કે માઉસમાં વપરાતા હાઈ સેન્સેટિવ સેન્સર નાના વાઈબ્રેશનને પણ ડિટેકટ કરી શકે છે. આ વાઈબ્રેશનનો ઉપયોગ માઇક્રોફોનમાં પ્રસારિત થતા સાઉન્ડ વેબ ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે. આ રીતે, માઉસના સેન્સર રૂમમાં ઉત્પન્ન થતા વાઈબ્રેશનને સાઉન્ડમાં રૂપાંતરિત કરી શકે છે, જેનાથી વાતચીતો સાંભળી શકાય છે.
61 ટકા સચોટ પરિણામ
જોકે, સંશોધકોએ એમ પણ જણાવ્યું હતું કે આ બધું વોઈસની ફ્રિકવન્સી પર આધાર રાખે છે. માઉસ દ્વારા કેપ્ચર કરાયેલા વાઈબ્રેશન 61 ટકા સુધી સચોટ હોઈ શકે છે. હેકર્સ આ માઉસ સેન્સર દ્વારા ઉત્પન્ન થતા સાઉન્ડ વેબ્સને કેપ્ચર કરી શકે છે, જે સિક્યોરિટી સ્કેનમાં ક્યારેય ચેક નથી કરવામાં આવતા. સામાન્ય રીતે, ડિવાઈસના સિક્યોરિટી સ્કેન માઇક્રોફોન અને કેમેરા વડે પેરિફેરલ્સ તપાસે છે.
આનાથી હેકર્સ માટે માઉસ દ્વારા સાઉન્ડ કેપ્ચર કરવાનું સરળ બને છે. સંશોધકોએ માઉસ દ્વારા કેપ્ચર કરાયેલ ડેટાનું વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે તે 61 ટકા સચોટ છે, જેના કારણે તેને AIનો ઉપયોગ કરીને શબ્દોમાં અનુવાદિત કરી શકાય છે. સંશોધન મુજબ, હેકર્સ દાવો કરે છે કે માઉસનો ઉપયોગ કરીને નંબરોના અવાજને રેકોર્ડ કરવો એકદમ સરળ છે. જોકે, શબ્દો રેકોર્ડ કરવા થોડા વધુ મુશ્કેલ છે, પરંતુ AI સિસ્ટમ્સ સાથે તે સરળ બને છે.
અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે આવા એટેક ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. હેકર્સ દ્વારા તમારી વ્યક્તિગત માહિતી એક્સેસ કરી શકાય છે. હેકર્સ તમારી બેંક વિગતો જેવી માહિતી કાઢી શકે છે અને તમારી સાથે મોટો ફ્રોડ થઈ શકે છે.
આ કેવી રીતે ટાળવું?
આને ટાળવા માટે, તમારે માઉસને ડિસ્કનેક્ટ કરવા માટે તમારા કમ્પ્યુટરને બંધ કરવું પડશે. સ્લીપ અથવા હાઇબરનેટ મોડમાં, માઉસ પેરિફેરલ્સ CPU સાથે જોડાયેલા રહેશે અને તેમના દ્વારા અવાજ એક્સેસ કરી શકાય છે.








