Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : 5 awesome features of Zoho Mail

Tech News: Zoho Mailના 5 જબરદસ્ત ફીચર્સ, એકવાર આ સ્વદેશી એપ વાપરશો તો Gmail ભૂલી જશો

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Tech News: Zoho Mailના 5 જબરદસ્ત ફીચર્સ, એકવાર આ સ્વદેશી એપ વાપરશો તો Gmail ભૂલી જશો
સોર્સ : Google

Arattai App બનાવનાર ઝોહો કોર્પોરેશનનું ઈમેલ પ્લેટફોર્મ ઝોહો મેઈલ હવે ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યું છે. ભારતમાં અમેરિકન એપ્સ છોડીને સ્વદેશી એપ્સ અપનાવવાની ચળવળ શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો Gmail થી Zoho Mail તરફ વળી રહ્યા છે. Zoho પર એકાઉન્ટ બનાવતા પહેલા, તમારે તે ફીચર્સ જાણવા જોઈએ જે આ ઈમેલ પ્લેટફોર્મને Gmailથી અલગ બનાવે છે. આજે તમને Zoho મેઈલની પાંચ અદ્ભુત ફીચર્સ વિશે જણાવીશું જે તમને ગમશે.

App Store

Zoho Mail Features

મોટું અટેચમેન્ટ

તમે Zoho ઇમેઇલનો ઉપયોગ કરીને એક સમયે 1 GB સુધીની ફાઇલોને અટેચ મોકલી શકો છો. જો ફાઇલની સાઇજ 1 GB કરતાં વધી જાય, તો Zoho આપમેળે આ ફાઇલોની લિંક બનાવશે અને તેને ઇમેઇલ સાથે જોડી દેશે. જોકે, Gmailમાં ફક્ત 25 MB સુધીની ફાઇલો જ ઇમેઇલ દ્વારા મોકલી શકાય છે. એકવાર ફાઇલની સાઇજ 25 MB કરતાં વધી જાય, પછી Gmail આપમેળે ફાઇલને Google ડ્રાઇવ પર અપલોડ કરે છે અને એક લિંક બનાવે છે. તમે આ લિંક શેર કરી શકો છો.

S/MIME Security: સ્ટાન્ડર્ડ TLS એન્ક્રિપ્શન ઉપરાંત Zoho Mail S/MIME સપોર્ટ મળે છે, જે વપરાશકર્તાના ઇમેઇલને વધુ સુરક્ષિત બનાવે છે.

Smart Filters: Zoho Mailમાં સ્માર્ટ ફિલ્ટર્સ આપમેળે આવનારા ઇમેઇલ્સને સ્કેન કરે છે અને તેને સૂચનાઓ અને ન્યૂઝલેટર્સ જેવા ફોલ્ડરમાં કેટેગરાઇજ કરે છે, જેનાથી તમારા ઇનબોક્સમાં મહત્વપૂર્ણ ઇમેઇલ્સ શોધવાનું સરળ બને છે.

Email Retention અને eDiscovery: ઝોહો મેઇલ કંપનીઓને તમામ ઇમેલનું બેકઅપ લેવા અને કાનૂની કામ માટે કોઈ ખાસ મેસેજને ફરીથી મેળવવાની ((ઇ-ડિસ્કવરી) સુવિધા આપે છે. એકંદરે આ ફીચર્સ કંપનીઓના ડેટા મેનેજમેન્ટ અને સુરક્ષા માટે એક ઉત્તમ છે.

Integrated Productivity Tools: ઝોહો મેઇલ નોટ્સ, કેલેન્ડર, સંપર્કો અને બુકમાર્ક્સ જેવા ઉપયોગી સાધનોને એક જગ્યાએ જોડે છે, જે વિવિધ એપ્લિકેશનો વચ્ચે સ્વિચ કરવાની જરૂરિયાતને દૂર કરે છે અને કાર્યને સરળ બનાવે છે.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.