Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Be careful before clicking 'I'm Not a Robot'

 Tech News: 'I’m Not a Robot' પર ક્લિક કરતા પહેલા સાવધાન, સાયબર ઠગોએ છેતરપિડીં માટે શોધી કાઢ્યો નવો માર્ગ

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2025
લાઇવ ટીવીGoogle News
 Tech News: 'I’m Not a Robot' પર ક્લિક કરતા પહેલા સાવધાન, સાયબર ઠગોએ છેતરપિડીં માટે શોધી કાઢ્યો નવો માર્ગ
સોર્સ : Google

ઇન્ટરનેટની દુનિયામાં ઓનલાઈન છેતરપિંડી ઝડપથી વધી રહી છે, અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ ઝડપથી બદલાઈ રહી છે. એક સમયે કેપ્ચા જેવી સુરક્ષા આપતી વસ્તુ હવે લાલ ધ્વજ બની ગઈ છે. 'I’m Not a Robot' એવું લખેલું નાનું ટિક માર્ક સાયબર હુમલાખોરો માટે એક નવી યુક્તિ બની ગયું છે. ઈન્ટરનેટ વપરાશકર્તાઓને નકલી વેબપેજ પર મોકલી ફિશિંગ સ્કેમ માટે નિશાન બનાવવામાં આવે છે. અહીં જાણો કેપ્ચાને લગતા સ્કેમ વિશે વિસ્તારથી... 

App Store

નકલી કેપ્ચા પેજ બનાવવા હવે અતિ સરળ બની ગયા છે. કોઈપણ વ્યક્તિ Vercel, Netlify અથવા અન્ય ફ્રી હોસ્ટિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને થોડી મિનિટોમાં પ્રોફેશનલ દેખાતી વેબસાઇટ બનાવી શકે છે. AI ટૂલ્સ સાથે ડિઝાઇન, ટેક્સ્ટ અને સુરક્ષા એલર્ટ મેસેજ પણ એટલા અસલી દેખાય છે કે વપરાશકર્તાઓને શંકા પણ નથી થતી. ફિશિંગ એક સમયે કરવું મુશ્કેલ હતું, પરંતુ હવે બેઝિક નોલેજ ધરાવતા યૂઝર્સ પણ આવા હુમલાઓ કરી શકે છે.

સાયબર હુમલાખોરો આ પેજનો ઉપયોગ વપરાશકર્તાઓને લલચાવવા માટે કરે છે. તે પાસવર્ડ રીસેટ, ડિલિવરી અપડેટ, સિક્યોરિટી વેરિફિકેશન અથવા બેંક એલર્ટ જેવા મેસેજ બતાવીને તે પીડિતનો વિશ્વાસ મેળવે છે. એકવાર વપરાશકર્તા ફોર્મ ભરે છે, ત્યારે તેનું ઇમેઇલ સરનામું, પાસવર્ડ, બેંક વિગતો અથવા વ્યક્તિગત માહિતી ચોરી જાય છે.

જાગૃત રહેવું વધું સમજદારી

ઝડપથી વધી રહેલા ખતરા વચ્ચે ઓનલાઈન સતર્ક રહેવું એ તમારું શ્રેષ્ઠ હથિયાર છે. કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા હંમેશા URL તપાસો. હંમેશા ધ્યાન રાખો કે વેબસાઇટ સરનામું httpsથી શરૂ થાય છે અને તેનું ડોમેન અસલી સંસ્થા (ઓર્ગેનાઇઝેશન) સાથે મેળ ખાય છે. હંમેશા બેંક અથવા સરકારી માહિતી ફક્ત તેની સત્તાવાર વેબસાઇટ અથવા એપ્લિકેશન પર જ ભરો.

આ ઉપરાંત ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) સક્ષમ રાખો જેથી તમારો પાસવર્ડ લીક થાય તો પણ તમારું એકાઉન્ટ સુરક્ષિત રહે. તમારા બ્રાઉઝર અને સિક્યોરિટી ટૂલ્સને નિયમિતપણે અપડેટ કરો, અને કોઈપણ શંકાસ્પદ વેબસાઇટ અથવા ઇમેઇલની તાત્કાલિક CERT-In અથવા સંબંધિત કંપનીને જાણ કરો.