મેસેજ કરતાં જ શાકભાજીથી લઈને ફ્લાઈટ અને રેસ્ટોરન્ટ બુકિંગ સુધીનું કામ કરશે AI, પરંતુ યુઝર્સને ભારે પડી રહી છે ભૂલો

માણસોના મોટાભાગના કામ કરનાર એઆઈ હવે પૈસા ખર્ચવામાં માણસો સાથે સીધી સ્પર્

મેસેજ કરતાં જ શાકભાજીથી લઈને ફ્લાઈટ અને રેસ્ટોરન્ટ બુકિંગ સુધીનું કામ કરશે AI, પરંતુ યુઝર્સને ભારે પડી રહી છે ભૂલો
આ સમાચાર સાંભળો

માણસોના મોટાભાગના કામ કરનાર એઆઈ હવે પૈસા ખર્ચવામાં માણસો સાથે સીધી સ્પર્ધા કરશે. ઈન્સ્ટિંક્ટ નામનું એઆઈ પર્સનલ આસિસ્ટન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. તે શાકભાજી મંગાવવાથી લઈને ફ્લાઈટ અને રેસન્ટોરન્ટના બુકિંગ, એપોઈન્ટમેન્ટ અને અન્ય રોજિંદા કામ કરી શકે છે. આ એઆઈ ખાલી સૂચના નથી આપતું તે યુઝર વતી કામ પૂરું પણ કરે છે.

ઈન્સ્ટિંક્ટને આઈમેસેજ અથવા વ્હોટ્સએપ પરથી મેસેજ કરીને કામ સોંપી શકાય છે. તે ક્રેડિટ કાર્ડ, ઉપરાંત સ્લેક, ગૂગલ વર્કપ્લેસ અને વનપાસવર્ડ જેવી ડિજિટલ સર્વિસ સાથે કનેક્ટ થઈ શકે છે. તે કેવી રીતે કામ કરે છે તેનું એક ઉદાહરણ મેક્સિકો સિટી મ્યુઝિયમની ટિકિટ છે. ટિકિટ ઉપલબ્ધ ન હોવાથી ઈન્સ્ટિંક્ટએ પોર્ટલ પર ત્રણ દિવસ સુધી નજર રાખી અને જગ્યા મળતા જ ટિકિટ બુક કરી. ટિકિટ મળતા તેણે યુઝરના અન્ય રેસ્ટોરન્ટના બુકિંગમાં ફેરફાર કર્યો હતો.

જાહેરાત

પરંતુ, તે ઘણી ભૂલો પણ કરી રહ્યું છે. એક યુઝરના જણાવ્યા અનુસાર, ઈન્સ્ટિંક્ટએ તેની ફ્લાઈટ કેન્સલ કરાવી નાખતા તેને 200 ડોલરથી વધુનું નુકસાન થયું. બીજા કિસ્સામાં યુઝરની મંજૂરી વિના એવી રેસ્ટોરન્ટમાં બુકિંગ કરાવી દીધું જ્યાં કેન્સલ કરાવવાનો ચાર્જ 200 ડોલર હતો. આ સિવાય એક યુઝરે ન્યૂયોર્કની પોપ્યુલર રેસ્ટોરન્ટમાં ટેબલ બુક કરાવવા માટે ઈન્સ્ટિંક્ટનો ઉપયોગ કર્યો. એઆઈએ રેસિ પ્લેટફોર્મ પર એટલી બધી ઓટોમેટેડ રિકવેસ્ટ મોકલી કે યુઝરનું એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું.

આ સમાચાર શેર કરો

જાહેરાત