20 હજારથી ઓછી કિંમતમાં ખરીદવો છે નવો 5G સ્માર્ટફોન? આ રહી બેસ્ટ ઓપ્શન્સની પૂરી લિસ્ટ!

જો તમારું બજેટ 20,000 રૂપિયા સુધીનું છે અને તમે નવો સ્માર્ટફોન ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારી પાસે આ સમયે ઘણા શ્રેષ્ઠ વિકલ્પો ઉપલબ્ધ છે. આ સેગમેન્ટમાં હવે માત્ર મોટી બેટરી કે 5G જ નહીં, પરંતુ AMOLED ડિસ્પ્લે, દમદાર પ્રોસેસર, ઉત્તમ કેમેરા, ફાસ્ટ ચાર્જિંગ અને પ્રીમિયમ ડિઝાઈન જેવા ફીચર્સ પણ મળવા લાગ્યા છે. જોકે આટલા બધા વિકલ્પો વચ્ચે યોગ્ય ફોન પસંદ કરવો સરળ નથી. તો અહીં તમને આ સેગમેન્ટના શ્રેષ્ઠ ડિવાઈસિસનું લિસ્ટ જણાવશું.
CMF Phone 2 Pro 5G (આશરે 17,499 રૂપિયા)
સ્ટાઇલિશ ડિઝાઈન, શાનદાર AMOLED ડિસ્પ્લે અને સારો કેમેરા સેટઅપ આને આ બજેટના સૌથી બેલેન્સ્ડ સ્માર્ટફોન્સમાં સામેલ કરે છે. રોજીંદા વપરાશ માટે આ અમારી ટોપ પસંદગી છે.
realme P4 5G (આશરે 18,499 રૂપિયા)
જો તમારી જરૂરિયાત ફાસ્ટ પરફોર્મન્સ અને ગેમિંગની છે, તો realme P4 5G એક મજબૂત દાવેદાર છે. આ કિંમતમાં આ પરફોર્મન્સ-સેન્ટ્રિક યુઝર્સને ઘણું બધું આપે છે.
POCO M7 Pro 5G (આશરે 16,999 રૂપિયા)
ઓછી કિંમતમાં AMOLED ડિસ્પ્લે અને સારી પરફોર્મન્સનું કોમ્બિનેશન જોઈતું હોય તો POCO M7 Pro 5G પર નજર નાખી શકો છો. આ વેલ્યુ ફોર મની ઈચ્છતા લોકો માટે શાનદાર વિકલ્પ છે.
Infinix GT 30 5G+ (આશરે 19,499 રૂપિયા)
ગેમિંગના શોખીનો માટે આ ફોન ખાસ કરીને ધાંસુ છે. દમદાર પરફોર્મન્સ સાથે મળતા ગેમિંગ-સેન્ટ્રિક ફીચર્સ આને આ સેગમેન્ટમાં અલગ ઓળખ આપે છે.
Motorola Moto G85 5G (આશરે 16,500 રૂપિયા)
કર્વ્ડ ડિસ્પ્લે, ક્લિન Android અનુભવ અને પ્રીમિયમ ડિઝાઈન આ ફોનની મોટી ખાસિયતો છે. જો તમને ઓછો બ્લોટવેર (વધારાની એપ્સ) ધરાવતો ફોન પસંદ હોય, તો આ સારો વિકલ્પ છે.
Samsung Galaxy F17 5G (આશરે 17,999 રૂપિયા)
Samsungના ભરોસા સાથે AMOLED ડિસ્પ્લે અને લાંબા સમય સુધી સોફ્ટવેર સપોર્ટ આને ખાસ બનાવે છે. એવા યુઝર્સ માટે આ ઉત્તમ વિકલ્પ છે જે લાંબા સમય સુધી ફોન વાપરવા માંગે છે.
OnePlus Nord CE4 Lite 5G (આશરે 15,699 થી 17,999 રૂપિયા)
મોટી બેટરી, AMOLED ડિસ્પ્લે અને ફાસ્ટ ચાર્જિંગ સાથે આ ફોન રોજીંદા વપરાશ માટે એક સારો પેકેજ છે. કિંમતના હિસાબે આ ખાસ્સો આકર્ષક વિકલ્પ છે.
Vivo T4x 5G (આશરે 20,000 રૂપિયા)
જો તમારી સૌથી મોટી જરૂરિયાત બેટરી બેકઅપ છે, તો Vivo T4x 5G ખરીદી શકાય છે. મોટી બેટરી અને સારી રોજીંદી પરફોર્મન્સ આને લાંબા સમય સુધી ઉપયોગ કરવા માટે કામનો બનાવે છે.

