Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Unprecedented enthusiasm for PM Modi's event in Vadodara, Book all meetings in 1 hour on BookMyShow, over 42 thousand people on waiting list

વડોદરામાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમ માટે અભૂતપૂર્વ ઉત્સાહ, BookMyShow પર 1 જ કલાકમાં તમામ બેઠકો બુક, 42 હજારથી વધુ લોકો વેઇટિંગ લિસ્ટમાં

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2026
લાઇવ ટીવીGoogle News
વડોદરામાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમ માટે અભૂતપૂર્વ ઉત્સાહ, BookMyShow પર 1 જ કલાકમાં તમામ બેઠકો બુક, 42 હજારથી વધુ લોકો વેઇટિંગ લિસ્ટમાં
સોર્સ : gstv

વડોદરા ખાતે યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી કાર્યક્રમને લઈને શહેરીજનો અને જાહેર જનતામાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા આ કાર્યક્રમ માટે પ્રથમ વખત સંપૂર્ણ ડિજિટલ અભિગમ અપનાવીને લોકભાગીદારી માટે જાણીતા ઓનલાઇન પ્લેટફોર્મ ‘બુક માય શો’ (BookMyShow) મારફતે મફત રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, આ પહેલને એટલો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો કે રજીસ્ટ્રેશન શરૂ થયાના ગણતરીના 60 મિનિટમાં જ તમામ ઉપલબ્ધ બેઠકો ફૂલ થઈ ગઈ હતી.

App Store

42 હજારથી વધુ અરજદારો વેઇટિંગ લિસ્ટમાં

તમામ બેઠકો ઝડપથી ભરાઈ જતાં સત્તાવાળાઓએ તાત્કાલિક રજીસ્ટ્રેશન બંધ કરવું પડ્યું હતું. રજીસ્ટ્રેશન બંધ થયા બાદ પણ લોકોનો ધસારો એટલો રહ્યો કે 42,000થી વધુ અરજદારો હાલ વેઇટિંગ લિસ્ટમાં મુકાયા છે. આ આંકડો વડાપ્રધાનના કાર્યક્રમને લઈને નાગરિકોમાં રહેલા અદભુત ક્રેઝ અને આતુરતાની સાબિતી આપે છે.

લાઇવ QR કોડ આધારિત 'M-Ticket' થી એન્ટ્રી

આ સમગ્ર કાર્યક્રમમાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણપણે ટેક્નોલોજી આધારિત આધુનિક પ્રવેશ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. જેમનું રજીસ્ટ્રેશન સફળ થયું છે તેમને તેમના બુક માય શો એકાઉન્ટમાં ડિજિટલ 'M-Ticket' મોકલવામાં આવશે. આ ડિજિટલ ટિકિટમાં સુરક્ષિત લાઇવ ક્યૂઆર (QR) કોડ હશે, જેને કાર્યક્રમના પ્રવેશદ્વાર પર સ્કેન કરીને વેરિફિકેશન કરવામાં આવશે.

ડિજિટલ વ્યવસ્થાથી ભીડ નિયંત્રણ સરળ બનશે

રજીસ્ટ્રેશન અને ડેટા વેરિફિકેશનથી લઈને કાર્યક્રમ સ્થળ પર એન્ટ્રી અને બેઠક વ્યવસ્થા સુધીની આખી પ્રક્રિયા ૧૦૦% ડિજિટલ રીતે મેનેજ કરવામાં આવી રહી છે. પ્રશાસનનો મુખ્ય હેતુ એ છે કે કાર્યક્રમ સ્થળે લોકોનો પ્રવેશ ઝડપથી થઈ શકે, લાંબી લાઇનો ન લાગે અને ભીડની અવરજવર એકદમ સરળ અને સુવ્યવસ્થિત રહે. સરકારી કાર્યક્રમમાં પબ્લિક મેનેજમેન્ટ માટે આ પ્રકારની હાઇટેક ડિજિટલ પહેલ રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે.