Jio અને Airtelના આ પ્લાનમાં મળે છે ફ્રી અનલિમિટેડ 5G ડેટા, જાણો કયો સૌથી વધુ ફાયદાકારક

ભારતમાં એરટેલ અને જિયો હજુ પણ તેના ઘણા રિચાર્જ પ્લાન સાથે અનલિમિટેડ 5G ડેટા ઓફર કરી રહ્યા છે. અગાઉ એરટેલ અને જિયો 1.5GB પ્રતિ દિવસ કે તેથી વધુ સાથેના બધા રિચાર્જ પ્લાન સાથે મફત અનલિમિટેડ 5G ડેટા ઓફર કરતા હતા, પરંતુ હવે આ મર્યાદા વધારીને 2GB પ્રતિ દિવસ કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે જો તમે 2GB પ્રતિ દિવસ કે તેથી વધુ સાથેના પ્લાનમાં સબ્સ્ક્રાઇબ કરો છો, તો તમને અમર્યાદિત 5G ડેટા મળશે. અહીં પાંચ સૌથી સસ્તા પ્લાન છે.
Unlimited 5G Data: સૌથી સસ્તો પ્લાન
Jioના સૌથી સસ્તા અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કિંમત 198 છે. આ પ્લાન 14 દિવસની વેલિડિટી આપે છે. આ ઉપરાંત આ પ્લાન દરરોજ 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ લાભો આપે છે. એરટેલના સૌથી સસ્તા અનલિમિટેડ 5G ડેટા પ્લાન માટે ઓછામાં ઓછા 398 નું રિચાર્જ જરૂરી છે. આ પ્લાન 1 મહિનાની વેલિડિટી આપે છે. તે દરરોજ 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ લાભો પણ આપે છે.
Jioના અનલિમિટેડ 5G ડેટા પ્લાનની વાત કરીએ તો જિયો ઘણાં બધાં પ્લાન ઓફર કરે છે, જેમાં TRUE 5Gના ફાયદા મળે છે. એક મહિનાના પ્લાનમમાં 349 રૂપિયા, 445 રૂપિયાનો પ્લાન સામેલ છે. આ ઉપરાંત 629 રૂપિયામાં તમને 56 રૂપિયાની વેલેડિટી અને 719 રૂપિયા અને 749 રૂપિયા 70 અને 72 દિવસની વેલિડિટી મળે છે. આ ઉપરાંત તમામ પ્લાન સાથે તમને TRUE 5Gના ફાયદા મળે છે. એટલે જો તમારી પાસે 5G ફોન છે અને તમારા એરિયામાં 5G નેટવર્ક છે તે તમે આ ઓફરનો લાભ લઈ શકો છો. આ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા ઉપરાંત SMS અને અનલિમિટેડ કોલિંગના ફાયદા પણ મળે છે.
Airtelના અનલિમિટેડ 5G ડેટા પ્લાન
એક મહિનાના પ્લાનની વાત કરીએ તો એરટેલ 398 રૂપિયા, 399 રૂપિયા અને 409 રૂપિયાની કિંમતમાં અનલિમિટેડ 5G ડેટા પ્લાન ઓફર કરે છે. આ ઉપરાંત બે મહિનાના પ્લાનમાં 598 રૂપિયાના પ્લાનમાં તમને અનલિમિટેડ 5Gનો લાભ મળશે. 3 મહિનાના પ્લાનમાં એરટેલ પાસે 1029 રૂપિયા અને 1729 રૂપિયાનો પ્લાન છે, આ તમામ પ્લાન સાથે તમને રોજ 100 SMS અને અનલિમિટેડ કોલિંગનું ફાયદો પણ મળે છે.

