Tech News: Login, Signin અને Signup: જાણો આ ટેક્નોલોજિકલ શબ્દોનો સાચો અર્થ

Log in અને Sign in બંને શબ્દો એક જ જેવા લાગે છે. પરંતુ ટેકનોલોજીની ભાષામાં આ બંનેના જુદા-જુદા અર્થ છે. જેને સમજવા જરૂરી છે જેથી તમે ડિજિટલ પ્લેટફોર્મનો સાચો ઉપયોગ કરી શકો.
ઈન્ટરનેટ અને મોબાઈલની દુનિયામાં આપણે રોજબરોજ Login અને Signin જેવા શબ્દોનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. પરંતુ ઘણી વાર લોકોને લાગતું હોય છે કે Login અને Signin આ બંને એક જ words છે. જોકે આ બંનેના વચ્ચે ખૂબ જ પાતળી ભેદ રેખા છે. તો જાણો આ બંને શબ્દોનો સાચો અર્થ અને કયાં કોનો ઉપયોગ થાય છે.
Loginનો અર્થ શું છે?
Loginનો સીધો અર્થ છે કે, પહેલા બનેલા એકાઉન્ટમાં ફરીથી પ્રવેશ કરવો. જ્યારે પણ તમે કોઈ website અથવા appમાં user name અથવા password નાખો છો ત્યારે તમે તે આકાઉન્ટમાં Login કરો છો. આ પ્રોસેસ તે અકાઉન્ટમાં પહોંચવા માટે છે કે જેને તમે પહેલા બનાવ્યું હતું. ઉદાહરણ તરીકે, Gmail કે Facebook ખોલવા માટે user ID અને password દાખલ કરવાને Login કહેવામાં આવે છે.
Signinનો અર્થ શું છે?
Signin પણ આકાઉન્ટનું એક્સેસ મેળવવા માટે જ કરવામાં આવે છે, જો તમે ફેસબુક અથવા અન્ય કોઈ પ્લેટફોર્મ બનાવો છો તો ત્યારે તેમાં Signin કરવા માટે કહેવામાં આવે છે. આ વધુ યુઝર ફ્રેન્ડલી શબ્દ છે. ટેક કંપનીઓ યુઝર્સને સરળ અનુભવ આપવા માટે Signin શબ્દ આપે છે. એટલે કે બંનેનું કામ લગભગ એક જેવુ જ છે, ફર્ક માત્ર ટેકનોલોજીનો છે. ઉદાહરણ માટે, તમે Google કે Microsoftના પ્લેટફોર્મ પર Signin શબ્દ જોવો છો.
શું Login અને Signinમાં કોઈ મોટો ફર્ક છે?
વાસ્તવમાં Login અને Signin બંનેનો અર્થ અકાઉંટ સુધી પહોંચવું એમ જ છે Signin શબ્દ વધુ આધુનિક અને વપરાશકર્તા માટે વધુ સહેલો માનવામાં આવે છે. જ્યારે Login થોડો ટેકનિકલ અને પારંપરિક શબ્દ છે. આ જ કારણ છે કે નવી website અને Apps વધારે Signin શબ્દને પ્રાર્થમિકતા આપે છે.
Log in, Sign in અને Sign up વચ્ચે શું તફાવત છે?
Login અને Signin ઉપરાંત, Signup શબ્દનો પણ વ્યાપકપણે ઉપયોગ થાય છે. આ ત્રણ શબ્દો ઓનલાઈન વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે, પરંતુ તેમના અર્થ અલગ-અલગ છે. Signupનો અર્થ છે નવું એકાઉન્ટ બનાવવું. એટલે કે, પહેલી વાર કોઈ website કે appમાં પહેલી વખત રજીસ્ટ્રશન કરવું. જ્યારે Signin અને Loginનો અર્થ છે, જે પહેલા બનાવેલ અકાઉંટમાં user ID અને password નાખીને પ્રવેશ કરી શકીએ છીએ. સહેલી ભાષામાં login કે signinનો અર્થ બનેલા આકાઉન્ટમાં ફરીથી એક્સેસ કરવું અને signupનો અર્થ નવું આકાઉન્ટ થાય છે.

