મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

ઇન્ટરનેટ વાપરતા પહેલા આ ટિપ્સ જાણો, જે તમારા ડિજિટલ ફૂટપ્રિન્ટ અને ઓનલાઈન ડેટાની કરશે સુરક્ષા

તથ્યો સાથે આંકડા જાણવા હોય, માહિતી દ્વારા જ્ઞાન મેળવવુ

ઇન્ટરનેટ વાપરતા પહેલા આ ટિપ્સ જાણો, જે તમારા ડિજિટલ ફૂટપ્રિન્ટ અને ઓનલાઈન ડેટાની કરશે સુરક્ષા

તથ્યો સાથે આંકડા જાણવા હોય, માહિતી દ્વારા જ્ઞાન મેળવવું હોય અથવા વ્યક્તિગત, સામાજિક અને આર્થિક પ્રગતિનું માધ્યમ શોધવું હોય, આપણે ઇન્ટરનેટ પર સૌથી વધુ વિશ્વાસ કરવા લાગ્યા છીએ. એમ કહી શકાય કે દરેક નાની-મોટી જરૂરિયાત માટે ઇન્ટરનેટ આધુનિક જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગયું છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે શીખવા, સંવાદ કરવા, નવા વિચારો અને માહિતી મેળવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. જોકે, આ તમામ સુવિધાઓની વચ્ચે એ સમજવું પણ જરૂરી છે કે ઓનલાઇન એકાઉન્ટ્સ અને ડિવાઇસીસનો વધતો ઉપયોગ આપણને સાયબર ગુનાઓના જાળમાં ફસાવવાની આશંકા પણ વધારે છે.

આવી સ્થિતિમાં, ઇન્ટરનેટ સુરક્ષાના નિયમો પ્રત્યે જાગૃત બનવું જરૂરી છે જેથી આપણો ડેટા અને ડિવાઇસ સુરક્ષિત રહે. રિમોટ વર્ક, ક્લાઉડ સર્વિસ, AI આધારિત ટૂલ્સ અને પ્લેટફોર્મ ઇન્ટિગ્રેશનના આ યુગમાં 'ડેટા ફૂટપ્રિન્ટ્સ' બાબતે હવે વધુ સતર્ક અને સક્રિય થવાની જરૂર છે. તેનું કારણ એ છે કે ડિજિટલ પરિવર્તનની સાથે પ્રાઇવસીનું જોખમ પણ તેટલી જ ઝડપે વધી રહ્યું છે. સાયબર દુનિયાની એક નાની ઘટના માત્ર મોટા પાયે કામકાજ ઠપ કરી શકે છે એટલું જ નહીં, પણ તેનાથી વિશ્વાસ, પ્રતિષ્ઠા અને નાણાકીય નુકસાન પણ થાય છે, જેને બનાવવામાં વર્ષોનો સમય લાગે છે.

જાગૃત અને જવાબદાર બનવાની જરૂર

ઓનલાઇન દુનિયાના નવા પડકારો અને વર્તમાન ચિંતાઓ પ્રત્યે લોકોને જાગૃત કરવાના હેતુથી દર વર્ષે 'સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ' ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે- 'સ્માર્ટ ટેક, સુરક્ષિત વિકલ્પ, AIનો સુરક્ષિત અને જવાબદારીપૂર્વક ઉપયોગ.' લોકોને જાગૃત કરવા માટે મુખ્યત્વે ત્રણ સ્તરે પ્રયાસ કરવામાં આવે છે:

યૂઝર્સને સુરક્ષિત અને જવાબદારીપૂર્વક ઇન્ટરનેટ અને AI વાપરવા પ્રેરિત કરવા.

સાયબર હાઈજીન (સ્વચ્છતા)ની રીતો સમજવી.

લોકોને સાયબર જોખમોથી બચવાની રીતો વિશે જણાવવું.

તમારા ડેટાનું મહત્વ સમજો

જ્યારે તમે કોઈ એપ કે વેબસાઈટની મુલાકાત લો છો, ત્યારે તમારી પાસે અમુક ખાસ ડેટા એક્સેસ માંગવામાં આવે છે. અલગ-અલગ માધ્યમો પર તમારા દ્વારા શેર કરાયેલા ડેટાના આધારે એક પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે છે. જ્યારે તમે ઇન્ટરનેટ પર કંઈક સર્ચ કરો છો, ત્યારે આ જ માહિતીના આધારે તમને જાહેરાતો બતાવવામાં આવે છે. ડેટા બ્રોકર્સ યૂઝર્સના અંગત જીવન અને નાણાકીય વિગતો પણ આ રીતે એકઠી કરે છે. ઉંમર, લોકેશન, જેન્ડર જેવી વિગતોના આધારે તેઓ તમારી આર્થિક સ્થિતિ, ખાણી-પીણીની આદતો અને આરોગ્યની માહિતીનો પણ અંદાજ લગાવી શકે છે.

કેવા પ્રકારના જોખમો હોય છે?

ડેટા ચોરી (Data Breach)

ઓળખની ચોરી (Identity Theft)

માલવેર અને વાયરસ

ફિશિંગ અને સ્કેમ ઈમેલ

ફેક વેબસાઈટ

ખોટી પ્રાઈવસી સેટિંગ્સ

સાયબર બુલિંગ

તમારા ડિજિટલ ફૂટપ્રિન્ટ્સને નિયંત્રિત કરો

કોઈપણ ઓનલાઇન સર્વિસ વાપરતા પહેલા તેના નિયમો અને શરતો વાંચો.

માર્કેટિંગ ઓપ્ટ-ઇન અને લોયલ્ટી પ્રોગ્રામ્સથી દૂર રહેવાનો પ્રયાસ કરો.

એપ્સ ડાઉનલોડ કરતી વખતે અને તેની પરમિશન આપતી વખતે હંમેશા સતર્ક રહો.

સોશિયલ મીડિયા કે પબ્લિક ફોરમ પર કંઈપણ શેર કરતા પહેલા વિચાર કરો.

સારા એન્ટિવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરો.

ઇન્ટરનેટ સેફ્ટીની જરૂરી ટિપ્સ

સુરક્ષિત ઇન્ટરનેટ કનેક્શન: પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરતી વખતે બેંકિંગ કે ઓનલાઇન શોપિંગ જેવી નાણાકીય લેવડદેવડ ટાળવી જોઈએ.

સોફ્ટવેર અપડેટ રાખો: હંમેશા ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્સનું લેટેસ્ટ વર્ઝન વાપરો, જેથી સિક્યુરિટી પેચનો લાભ મળે.

પ્રાઇવસી સેટિંગ તપાસો: વેબસાઈટ કે એપની પ્રાઇવસી પોલિસી જાણો. યાદ રાખો કે ઓનલાઇન માધ્યમ પર બહુ ઓછો ડેટા ખરેખર પ્રાઈવેટ રહી શકે છે.

શંકાસ્પદ લિંક્સથી સાવધાન: અજાણ્યા સોર્સથી આવતી લિંક્સ, સ્પામ ઈમેલ કે 'ફ્રી ઓફર' વાળી લિંક્સ પર ક્લિક કરશો નહીં.

બિનજરૂરી એકાઉન્ટ્સ બંધ કરો: જે એકાઉન્ટ્સ વપરાશમાં ન હોય તેને બંધ કરી દો, જેથી ડેટા ચોરીનું જોખમ ઘટે.

શેર કરતા પહેલા વિચારો: ઓનલાઇન શેર કરેલી વિગતો ડિલીટ કર્યા પછી પણ તેની કોપી ક્યાંક મોજૂદ હોઈ શકે છે.

મલ્ટીફેક્ટર ઓથોન્ટિકેશન (MFA): OTP અને બાયોમેટ્રિક જેવા સુરક્ષા ઉપાયોથી એકાઉન્ટ સુરક્ષિત કરો. પાસવર્ડ હંમેશા જટિલ (Complex) રાખો.

આ સમાચાર શેર કરો