શું તમે વોટ્સએપમાં મેસેજ મોકલવામાં અડચણ અનુભવી રહ્યા છો!, અજમાવો આ ટિપ્સ પ્રોબલમ થશે સોલ્વ
વોટ્સએપ પર મેસેજ સેન્ડ કરતી વખતે ઘણી વાર એરર આવતી હોય છે. અમુક સંજોગોમાં મેસેજ સેન્ડ ના થ

વોટ્સએપ પર મેસેજ સેન્ડ કરતી વખતે ઘણી વાર એરર આવતી હોય છે. અમુક સંજોગોમાં મેસેજ સેન્ડ ના થાય તો બાજુમાં લાલ રંગમાં ઉદ્ગાર ચિહ્ન પણ દેખાય છે, જેને એલર્ટ સાઇન કહેવામાં આવે છે. વોટ્સએપ મેસેજ સેન્ડ ન થવા પાછળનાં ઘણાં કારણો હોઈ શકે છે. સામાન્ય રીતે આ પ્રકારની એરર નથી આવતી, પરંતુ વારંવાર આવતી હોય તો આ રીતે પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય છે.
આ પણ વાંચો: ભારતની આ સ્વદેશી કંપનીએ લોન્ચ કર્યા સૌથી સસ્તા ઈયરબડ્સ, સિંગલ ચાર્જમાં મળશે ૪૫ કલાક સુધીનો પ્લેબેક
સૌથી પહેલા ઇન્ટરનેટ ચેક કરો
વોટ્સએપ મેસેજ સેન્ડ ન થવા માટે મોટાભાગે ઇન્ટરનેટ કનેક્શન જવાબદાર હોય છે. વોટ્સએપ જ નહીં, કોઈ પણ એપ સરળતાથી કામ કરે તે માટે પાવરફૂલ ઇન્ટરનેટ કનેક્શન જરૂરી છે. જો ઇન્ટરનેટમાં પ્રોબ્લેમ હોય તો એરપ્લેન મોડ ચાલુ કરો અને ફરી એકવાર બંધ કરીને ચેક કરો. આ રીતે ઈન્ટરનેટ રિસેટ થઈ જશે.
ઘરમાં હોવ તો રાઉટર રિસ્ટાર્ટ કરો
આમ છતાં, મેસેજ સેન્ડ ના થાય તો સિમ કાર્ડને સાફ કરો. જો સિમ કાર્ડ બહુ જૂનું હોય તો ચેન્જ કરાવી લો. ઘરના વાઇ-ફાઈમાં પ્રોબ્લેમ હોય તો રાઉટર રિસ્ટાર્ટ કરો. મેઈન સ્વિચ બંધ કરીને 20 સેકન્ડ રાહ જુઓ અને ત્યારબાદ સ્વિચ ચાલુ કરીને ફરી ચેક કરો.
એપ્લિકેશન અપડેટ કે રિ-ઈન્સ્ટૉલ કરો
મોબાઇલ રિસ્ટાર્ટ કર્યા બાદ પણ જો એપમાં કોઈ મુશ્કેલી હોય તો પ્લે સ્ટોરમાં જઈને જુઓ કે એપ અપડેટ તો નથી આવી ને! જો લેટેસ્ટ વર્ઝન હોવા છતાં સમસ્યા હોય તો એપ્લિકેશનને ડિલીટ કરીને ફરી ઇન્સ્ટોલ કરો.
આ પણ વાંચો: મોબાઈલનો ઉપયોગ કરવો સિગારેટ પીવા જેવું, લોકોને બચાવવા માટે આ દેશે તૈયાર કર્યો મેગા પ્લાન
સેટિંગ્સ ચેક કરવું
મેસેજ ન સેન્ડ થવાનું બીજું એક કારણ નંબર બ્લોક પણ હોઈ શકે છે. ક્લિન ચેટ કે ડિલીટ ચેટ કરતી વખતે કોઈ કોન્ટેક્ટ બ્લોક થયો હોઈ શકે છે. તેથી વોટ્સએપ સેટિંગ્સમાં જઈને પ્રાઇવસીમાં કોન્ટેક્ટમાંથી બ્લોક કોન્ટેક્ટ્સ ચેક કરો અને જો નમ્બર બ્લોક હોય તો તેને અનબ્લોક કરો.
ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરો
ઘણીવાર એવું બને છે કે વોટ્સએપ એપ્લિકેશન લેટેસ્ટ હોય, પરંતુ યુઝરે મોબાઇલ અપડેટ ના કર્યો હોય એવું હોઈ શકે છે. ઓટોમેટિક અપડેટ ફીચર ઓન ન હોય તો મોબાઇલ અપડેટ નથી થતો અને લેટેસ્ટ અને આઉટડેટેડ વર્ઝન વચ્ચેના વિસંવાદના કારણે મેસેજ સેન્ડ નથી થતા. એવા સમયે મોબાઇલની ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવી જરૂરી છે.
આ પણ વાંચો: ઓનલાઇન ખરીદીમા વસ્તુ ખરાબ નીકળે તો અહીં કરી શકશો ફરિયાદ, ઘેરબેઠાં મળશે વળતર
અન્ય કારણો અને ઉકેલ
ક્યારેક મેસેજ ન સેન્ડ થવા પાછળનું કારણ સામેની વ્યક્તિનો મોબાઇલ બંધ હોવો, વોટ્સએપ ડિલીટ કરી દીધું હોય કે તમને બ્લોક કર્યા હોય એવું પણ હોઈ શકે છે. જો આ બધી જ મથામણ પછી પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો વોટ્સએપ સેટિંગ્સમાં જઈને હેલ્પ સેન્ટરમાં મદદ માગી શકાય છે.








