મોબાઈલનો ઉપયોગ કરવો સિગારેટ પીવા જેવું, લોકોને બચાવવા માટે આ દેશે તૈયાર કર્યો મેગા પ્લાન

યુરોપિયન દેશ સ્પેન મોબાઈલને લઈને મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. સ્પેનમાં વેચાતા મોબાઈલ પર ટૂંક સમયમાં વોર્નિંગ લખેલી જોવા મળશે. જેમાં મોબાઈલથી થતા જોખમો વિશે લખ્યું હતું. જે ભારતમાં તમાકુ અને સિગારેટના પેકેટ પર લખેલી ચેતવણીઓ જેવું જ હોઈ શકે છે.
આ પણ વાંચો : જલદી કરો! આ SUV ખરીદવા પર કંપની આપી રહી છે 12 લાખનું ડિસ્કાઉન્ટ
ડોક્ટરોને પણ સૂચના અપાઈ
અહેવાલો અનુસાર, નિષ્ણાતોની એક સમિતિ દ્વારા સ્પેનિશ સરકારને સલાહ આપવામાં આવી છે કે તેમના દેશમાં સ્માર્ટફોન વેચતી બ્રાન્ડને સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનું લેબલ લગાવવું જોઈએ. કમિટીએ ડોક્ટરો માટે પણ સૂચના આપી છે. કમિટીએ કહેવું છે કે, દર્દીઓને સારવાર દરમિયાન તેમને સ્ક્રીન ટાઈમ વિશે પૂછવું જોઈએ.
બાળકો માટે નિયમો આવી શકે
સ્પેન પણ એક નવો નિયમ લાવી રહ્યું છે, જેનો હેતુ બાળકોના મોબાઈલના ઉપયોગને નિયંત્રિત કરવાનો છે. આ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે 50 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.
આ કમિટીએ 13 વર્ષ સુધીના બાળકો માટે ડિજિટલ ઉપકરણોના ઉપયોગને નિયંત્રિત કરવાની સલાહ આપી છે. બાળકોને 3 વર્ષની ઉંમર સુધી કોઈ પણ ડિજિટલ ડિવાઈસ ન આપવું જોઈએ. મોબાઆલ 6 વર્ષના બાળકને જ્યારે તેની જરૂર હોય ત્યારે આપવું જોઈએ. આ પછી 6-12 વર્ષના બાળકોને ઇન્ટરનેટ વિના ફોનનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. બાળકોને રમત ગમત વગેરે કરવાની સલાહ આપવામાં આવી છે.
એપ અંગે પણ સૂચના
સોશિયલ મીડિયા અપનો ઉપયોગ કરતી વખતે પણ સ્વાસ્થ્ય સંબંધિત વોર્નિંગઓ દર્શાવવી જરૂરી રહેશે. આ માટે એપ ઓપન કર્યા પછી વોર્નિંગને શરૂઆતમાં અથવા મધ્યમાં પોપઅપના રૂપમાં બતાવવાની સલાહ આપવામાં આવે છે. જો કે, તેને કાયદાનું સ્વરૂપ ક્યારે આપવામાં આવશે તે અંગે કોઈ માહિતી આપી નથી.

