Apple Event 2024: iPhone 16 સિરીઝ લોન્ચ, જાણો ફોનના નવા ફીચર્સ વિશે
લાંબા સમયથી આવનારી iPhone 16 સિરીઝની તસવીર, કિંમત અને ફીચર્સ વિશે જાણનારા iPhone પ્રેમીઓની રાહ પૂરી થઇ ગઈ છે. આખરે

લાંબા સમયથી આવનારી iPhone 16 સિરીઝની તસવીર, કિંમત અને ફીચર્સ વિશે જાણનારા iPhone પ્રેમીઓની રાહ પૂરી થઇ ગઈ છે. આખરે આઇફોન-16 લૉન્ચ થઈ ગયો છે. તેમાં આઇફોન-16નાં ચાર મોડલ પ્લસ, પ્રો અને પ્રો મેક્સનો સમાવેશ થાય છે.
Apple એ Apple Intelligence (AI) ફીચર સાથે iPhone 16 સિરીઝ લોન્ચ કરી છે. Appleનું AI તમારા ઇમેઇલનો સારાંશ આપી શકે છે અને સૂચનાઓને પ્રાથમિકતા આપી શકે છે. નવો iPhone 6-કોર A18 પ્રોસેસર સાથે આવે છે જે iPhone 15 કરતા 30 ટકા ઝડપી છે અને 30 ટકા ઓછો પાવર વાપરે છે.
ફોનમાં અન્ય ફિચર્સ
• નવા અલ્ટ્રા મરીન, ટીલ અને ગુલાબી રંગ
• બે નવા આકાર 6.1 અને 6.7 પ્લસ
• 48 MP ફ્યુઝન કેમેરા
• હવે iPhone 16 પર એક્શન બટન
• નવું કૅમેરા નિયંત્રણ બટન
• Apple A18 ચિપ (એપલ ઇન્ટેલિજન્સ પર કેન્દ્રિત)
• iPhone 16 સેટેલાઈટ દ્વારા સંદેશા મોકલી શકે છે, તે શરૂઆતમાં યુએસ અને કેનેડામાં લોન્ચ થશે
નવો iPhone 16 5 રંગોમાં આવે છે - અલ્ટ્રામરીન, ટીલ, પિંક, બ્લેક અને બ્લુ. iPhone 16 વેનીલા વેરિઅન્ટ માટે 6.1-ઇંચના ડિસ્પ્લે અને iPhone 16 Plus માટે 6.7-ઇંચના ડિસ્પ્લેમાં આવે છે. iPhone 16ને USD 799 અથવા 67083 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. નવો Apple iPhone 16 Plus 899 USD અથવા 75479 રૂપિયામાં ઉપલબ્ધ છે.
ટેક કંપની Apple દ્વારા દર વર્ષે સપ્ટેમ્બરમાં ક્યુપરટિનો, કેલિફોર્નિયા, યુએસએ ખાતેના તેના મુખ્યાલયમાં આયોજિત કરવામાં આવે છે. iPhone 16 સીરિઝ સિવાય Appleના It's Glowtime Eventમાં અન્ય ઘણી ખાસ પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરવામાં આવી છે.
એપલે પોતાની વાર્ષિક ઈવેન્ટમાં સૌથી પહેલા Apple Watch Series 10 લોન્ચ કરી છે, જેમાં કંપનીએ અત્યાર સુધીની સૌથી મોટી ડિસ્પ્લે આપી છે.
iPhone 16 લૉન્ચ થતાં જ જૂના iPhone મૉડલ સસ્તા થઈ જશે
iPhone 16 સિરીઝના લોન્ચિંગ સાથે કેટલાક જૂના મોડલ સસ્તા થઈ જશે. કંપનીએ ઇવેન્ટ પછી ગયા વર્ષના iPhones પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.
ઇવેન્ટની શરૂઆત એપલ વોચથી થઈ
એપલના સીઈઓ ટિમ કુકે એપલ વોચથી ઈવેન્ટની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે દુનિયાભરના લોકો તેને Apple Watch વિશે લખતા રહે છે. કંપની આ પ્રોડક્ટને વધુ મહત્ત્વપૂર્ણ બનાવી રહી છે. આ સાથે કંપનીએ Apple Watch Series 10 રજૂ કરી છે. કંપનીનું કહેવું છે કે આ ઘડિયાળમાં તેમની સૌથી મોટી ડિસ્પ્લે છે.
ત્રણ કલર ઓપ્શનમાં મળશે એપલ વૉચ સિરીઝ 10
આમાં તમને એપલની સૌથી ફાસ્ટ વોચ ચાર્જિંગ મળશે. 30 મિનિટમાં ચાર્જ કરી શકો છો. આ ઘડિયાળ વજનમાં પણ હલકી છે અને તમને તેમાં ત્રણ કલર ઓપ્શન મળશે.
એપલ વૉચ 10 સિરીઝનું વેચાણ 20 સપ્ટેમ્બરથી થશે
એપલ વૉચ 10 સિરીઝની શરૂઆતની કિંમત $399 રાખવામાં આવી છે. જેનું વેચાણ 20 સપ્ટેમ્બરથી થશે.
એપલ વૉચ અલ્ટ્રા 2 લોન્ચ
કંપનીએ એપલ વોચ અલ્ટ્રા 2 પણ લોન્ચ કરી છે. જેમાં તમને જૂની એપલ વૉચ અલ્ટ્રા 2 જેવી જ ડિઝાઇન લેંગ્વેજ મળશે. આ પહેલીવાર છે જ્યારે કંપનીએ એપલ વૉચ અલ્ટ્રાને એકથી વધુ રંગોમાં લોન્ચ કરી છે. જેની પ્રારંભિક કિંમત $799 છે.
H2 ચિપ સાથે નવા એરપોડ 4 લોન્ચ
કંપનીએ H2 ચિપ સાથે નવા એરપોડ 4 લોન્ચ કર્યા છે. કંપનીનું કહેવું છે કે આ તેમનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ એરપોડ છે. આનો ઉપયોગ કરીને તમે સિરીનો ઉપયોગ કરી શકો છો. જેની શરૂઆત કિંમત 129 ડોલર છે.
આઇફોન 16, ઘડિયાળ સાથે AIની જાહેરાત
Appleની It's Glowtime ઇવેન્ટ iPhone 16 સિરીઝની જાહેરાત થઇ ગઈ છે, જેમાં ચાર અલગ-અલગ મોડલ્સનો સમાવેશ થશે. iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max નામના મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે. આટલું જ નહીં, આ ઈવેન્ટ દરમિયાન બીજી ઘણી ખાસ વાતો થવા જઈ રહી છે. કંપની દ્વારા નવીનતમ Apple Watch અને AirPods રજૂ કરવામાં આવ્યા છે.
Appleની ગ્લોટાઇમ ઇવેન્ટમાં શું નવું લોન્ચ થવાનું છે તે જાણવા માટે તમે Appleની YouTube ચેનલ દ્વારા લાઇવ સ્ટ્રીમ પણ જોઈ શકો છો. આજે સોમવાર સપ્ટેમ્બર 9, Appleની It's Glowtime ઇવેન્ટ રાત્રે 10.30 વાગ્યે શરૂ થઇ છે.








