મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના ફતેગંજમાં પાણીના પ્રવાહમાં તણાયેલા ઈજાગ્રસ્ત વૃદ્ધનું યુવાનોએ કર્યું દિલધડક રેસ્ક્યું

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ અભૂતપૂર્વ ખાના ખરાબી સર્જી છે. ફતેહગ

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ અભૂતપૂર્વ ખાના ખરાબી સર્જી છે. ફતેહગંજ વિસ્તારમાં ઈજાગ્રસ્ત વૃદ્ધનું યુવાનોએ દિલધડક  રેસ્ક્યું કર્યું હતું. પાણીના ધસમસતા પ્રવાહમાંથી વૃદ્ધને સલામત બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપ્યા હતા.

પાણીના ધસમસતા પ્રવાહમાંથી વૃદ્ધને સલામત બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા

શહેરના ફતેગંજ કમાટીપૂરા વિસ્તારમાં આવેલ તાજ બુરહાની બિલ્ડિંગ માં રહેતા એક વૃદ્ધ અચાનક પડી જતાં તેમના હાથ અને પગ માં ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સ્થાનિક યુવકોએ જાતે જ આ દર્દીને 12 ફૂટ પાણીમાંથી રેસક્યુ કરવાનો નિર્ણય કર્યો હતો.

5 યુવકોની ટીમે વૃદ્ધનો બચાવ્યો જીવ

5 યુવકોની ટીમે  નજીકમાં આવેલી  રેસીડેન્સીથી દોરડું બાંધી સાથે  12 ફૂટ જેટલા ઊંડા વહેણ સાથેના પાણીમાં કૂદકો લગાવ્યો હતો. જોકે પાણી ઊંડું અને વહેણ હોવા થી મુશ્કેલ તેમ છતાં પણ યુવાનોએ દર્દીને તરાપામાં મૂકીને દોરડા વડે બાંધી પાણીમાંથી બહાર કાઢવા રેસ્ક્યુ શરૂ કર્યું હતું. 

એક તબક્કે પાણીના વહેણમાં તરવૈયાઓ પણ ખેંચાવા લાગતા બૂમાબૂમ થઈ હતી, પરંતુ આ પરિસ્થિતિને પણ  સંભાળી લેવામાં આવી હતી દોરડાની મદદથી દર્દી સાથેના તરાપા ને ફતેગંજ સદર બજાર સુધી લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી તાત્કાલિક દર્દીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો