મુખ્ય સામગ્રી પર જાઓ

Panchmahal: મામલતદાર ઓફિસના છબરડાને કારણે યુવતીને નોકરી મેળવવાની તક છીનવાઈ

young woman was robbed of her chance to get job due to swindle at Mamlatdar office | હાલોલ મામલતદાર ઓફિસના છબરડાને કારણે હાલોલની યુવતીએ આંગણવાડી કાર્યકર્તા ત

હાલોલ મામલતદાર ઓફિસના છબરડાને કારણે હાલોલની યુવતીએ આંગણવાડી કાર્યકર્તા તરીકે નોકરી મેળવવાની તક ગુમાવવી પડી હતી. હાલોલમાં આંગણવાડી કાર્યકર્તાઓ માટેની ભરતી જાહેર થઇ હતી.હાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં રહેતા વર્ષાબેન રાઠવાની તે નોકરી માટે લાયકાત હોવાથી તેમણે અરજી કરી હતી. આંગણવાડી કાર્યકર્તા તરીકે નોકરી માટે જરૂરી રહેણાંકના પુરાવા માટે વર્ષાબેને હાલોલ મામલતદાર કચેરીમાંથી રહેઠાણના પુરાવાનો દાખલો માંગ્યો હતો. વર્ષાબેન છેલ્લા ત્રીસ વર્ષથી હાલોલના વોર્ડ નંબર ચારમાં રહેતા હોવા છતાં હાલોલ મામલતદાર કચેરીએ છબરડો વાળી અને વર્ષાબેન વોર્ડ નંબર ત્રણમાં રહેતા હોવાનો દાખલો આપ્યો હતો.

આ બાબતે વર્ષાબેને હાલોલ મામલતદાર કચેરીનું ધ્યાન દોર્યું હતું તો તેમને સુધારેલો નવો દાખલો આપવા માટે વાયદા કરવામાં આવ્યા હતા પરંતુ અલગ અલગ બહાના કાઢી સાચો દાખલો કાઢી આપવામાં હાલોલ મામલતદાર કચેરીએ બાઈ બાઈ ચાળણી કરાવ્યું હતું. વર્ષાબેનનું મેરીટમાં નામ આવી ચૂક્યું હતું પરંતુ મામલતદાર કચેરીના આ ગંભીર છબરડા અને તેને સુધારી આપવાને બદલે મહત્વનો સમય પસાર કરી દેવામાં આવતા વર્ષાબેન રાઠવા પુરી લાયકાત ધરાવતા હોવા છતાં આંગણવાડી કાર્યકર તરીકેની નોકરી મેળવવાથી ચુકી ગયા હતા.

આ સમાચાર શેર કરો