મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ચાલુ બસમાંથી ઉતરવાની ભૂલ ન કરતાં, નોકરીથી પરત ફરતાં યુવકને આ રીતે મળ્યું મોત

રોજે રોજ અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઓલપાડ તાલુકાના ઉમરા ગામે હીચકારો અકસ્માત સર્જાય

રોજે રોજ અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઓલપાડ તાલુકાના ઉમરા ગામે હીચકારો અકસ્માત સર્જાયો હતો. યુવક નોકરીએથી પરત ફરી રહ્યો હતો. ત્યારે ચાલુ બસમાં જ દરવાજે લટકીને નીચે ઉતરી રહ્યો હતો. તે દરમિયાન જ નીચે પટકાયો હતો. જેથી જે બસ મુસાફરી કરાવતી હતી તે બસે જ કાળનો કોળિયો બનાવી લીધો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં ગાંજો લાવનાર કાલિયાને ઝડપવા પોલીસ બની મજૂર, ચક્રવાતના ખતરા વચ્ચે ખેતરમાંથી દબોચ્યો

બસમાંથી ઉતરતાં અકસ્માત

ઓલપાડ તાલુકાના ઉમરા ગામે અકસ્માત સર્જાયો હતો. કિશન ખોખર નામનો 30 વર્ષીય યુવક સવારે નોકરીથી સિટી બસમાં પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન પોતાનું ઘર નજીક પહોંચતા ચાલુ બસમાંથી ઉતરવા જતા સંતુલન ગુમાવ્યું હતું. એક હાથેથી બસ પકડી કે પછી કપડા ફસાયા હોય તે રીતે બસમાંથી નીચે રોડ પર જ પટકાઈ ગયો હતો. 

સારવાર દરમિયાન મોત

બસમાંથી ઉતરતા સમયે નીચે પટકાયો અને બસના ટાયર નીચે જ આવી ગયો હતો. યુવક ટાયર નીચે આવી ગયાનો અવાજ આવતાં જ બસના ચાલકે બસ થોભાવી દીધી હતી. બાદમાં યુવક કિશનને ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ અમદાવાદ સિવિલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મોત થયું હતું. હાલ ઓલપાડ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો