Video: વડોદરામાં વર્લ્ડ કપ વિજેતા મહિલા ક્રિકેટરને થયો કડવો અનુભવ, BCA ના સત્તાધીશો બુકે ડ્રાઇવરે આપી થયા રવાના
તાજેતરમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે મહિલા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ઠેર ઠેર આખી ટી
તાજેતરમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે મહિલા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ઠેર ઠેર આખી ટીમ પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે, ત્યારે મહિલા ક્રિકેટ ટીમમાં સામેલ રાધા યાદવને વડોદરા એરપોર્ટ પર કડવો અનુભવ થયો છે. બરોડા ક્રિકેટ એસોશિએશનના સત્તાધીશો ક્રિકેટરનું સન્માન કરવા તો આવ્યા પણ ક્રિકેટરને આપવાનું બુકે ટેમ્પોના ડ્રાઇવરને પધરાવી રવાના થતાં ક્રિકેટરના ચાહકોમાં રોષની લાગણી પ્રવર્તી છે.
એરપોર્ટ પર મહિલા ખેલાડીનો રોડ શો યોજાયો હતો
મહિલા વર્લ્ડ કપ જીત્યા પછી પોતાના વતન વડોદરા ભારતીય ટીમની ખેલાડી રાધા યાદવ આવી પહોંચી હતી. વડોદરા એરપોર્ટ પર રાધા યાદવની આવકારવા BCA (બરોડા ક્રિકેટ એસોશિએશન) ના ટ્રેજરર શીતલ મહેતા સહિતના સત્તાધિશો આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર મહિલા ખેલાડીનો રોડ શો પણ યોજાયો હતો. રાધાનું સન્માન કરવા શીતલ મહેતા સહિતના સત્તાધિશો બુકે લઇને આવ્યા હતા, પણ ખેલાડીને બુકે આપવાને બદલે તેઓ રાધા જે વાહનમાં ઉભી હતી, તે ટેમ્પોના ડ્રાઈવરને બુકે આપી રવાના થતાં મહિલા ખેલાડીનું અપમાન કર્યું હતું. આ અપમાનથી રાધાના પરિવાર સહિત તેણીના ચાહકોમાં રોષની લાગણી ફેલાઇ છે.
સમગ્ર બનાવનો વિડિયો વાયરલ
શું BCA (બરોડા ક્રિકેટ એસોશિએશન) ના સત્તાધિશોને રેલીના વાહન પર બોલાવવામાં આવ્યા નહોતા, જેથી તેઓ નારાજ થઈને ડ્રાઈવરને બુકે આપી જતા રહ્યા હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે. સમગ્ર બનાવનો વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.












