Video: સુરેન્દ્રનગરમાં સમયસર પીવાનું પાણી ન મળતા મહિલાઓ વીફરી, પાલિકા કચેરી ખાતે થાળી-વેલણ વગાડી કર્યો વિરોધ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પાણીની વિકટ સમસ્યાને મુદ્દે સ્થાનિક મહિલાઓએ રણચંડી બન

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પાણીની વિકટ સમસ્યાને મુદ્દે સ્થાનિક મહિલાઓએ રણચંડી બની ભારે હોબાળો મચાવ્યો છે. ભીમરાવ, ફિરદૌસ અને મફતિયાપરા સહિતની 5થી વધુ સોસાયટીઓમાં સમયસર પીવાનું પાણી ન મળતા રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકા કચેરી ખાતે થાળી-વેલણ વગાડી અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. રમઝાન માસ પણ શરૂ થતો હોવાથી આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરાઈ છે. આ દરમિયાન મહિલાઓએ ડેપ્યુટી કમિશનરનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો સત્વરે નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવામાં નહીં આવે તો મહાનગરપાલિકાને તાળાબંધી કરવામાં આવશે.








