મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: સુરેન્દ્રનગરના નુરી પાર્ક સોસાયટીની મહિલાઓનો પાણીની સુવિધાના અભાવે મનપામાં વિરોધ

સુરેન્દ્રનગરના નુરી પાર્ક સોસાયટીની મહિલાઓએ

સુરેન્દ્રનગરના નુરી પાર્ક સોસાયટીની મહિલાઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ મહાનગરપાલિકામાં વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા 15 દિવસથી વિસ્તારમાં પીવાનું પાણી વિતરણ બંધ હોવાથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મહિલાઓએ આક્ષેપ કર્યો કે વારંવાર રજૂઆત છતાં તંત્ર કોઈ કામગીરી કરતું નથી. વિસ્તારના રોડ રસ્તાઓ પણ ખરાબ હાલતમાં હોવાથી આવન-જાવનમાં તકલીફ પડી રહી છે. પાણીની ગંભીર સમસ્યાને કારણે લોકો મોંઘા ભાવે પાણી ખરીદવા મજબૂર બન્યા છે. મહિલાઓએ તાત્કાલિક પાણી પુરવઠો અને અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠાવી છે, નહીં તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

આ સમાચાર શેર કરો