મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: મહિલા પશુપાલકો આકરા પાણીએ, રોષ ઠાલવતા કહ્યું જુઓ અમે કેવી રીતે તબેલામાં કરીએ છીએ કામ

અરવલ્લી જિલ્લામાં પશુપાલકો દ્વારા દૂધ આંદોલન ત્રીજા દિવસે પણ યથાવત રહ્

અરવલ્લી જિલ્લામાં પશુપાલકો દ્વારા દૂધ આંદોલન ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું છે. પોતાની માગણીઓ સંતોષાતી ન હોવાથી રોષે ભરાયેલા પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો, અને સાબરડેરી વહીવટી તંત્રની નનામી કાઢી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.આ આંદોલનના ભાગરૂપે, અરવલ્લી જિલ્લાની તમામ દૂધ મંડળીઓમાં પશુપાલકોએ દૂધ ભરવાનું બંધ રાખ્યું છે.

દૂધનો ભાવ 20 થી 25 ટકા નફા સાથે જોઈએ

સવારથી જ દૂધ મંડળીઓ આગળ મોટી સંખ્યામાં એકઠા થયેલા પશુપાલકો પોતાના ઘરેથી લાવેલું દૂધ મંડળી આગળ જ ઢોળીને સાબરડેરીના વહીવટી તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે.આંબલીયા ડેરીની મહિલાઓએ જણાવ્યું હતું કે, અમે એટલો જ હક્ક માંગીએ છીએ કે, દૂધનો ભાવ 20 થી 25 ટકા નફા સાથે જોઈએ. તમે અમારા તબેલામાં આવો અને જુઓ કે અમે કંઈ રીતે પોલ્લા ભરીએ છીએ, કંઈ રીતે અમે શાળ વાઢીને લાવીએ છીએ, કંઈ રીતે માથે ભારે લાવીએ છીએ,એ તમે એક દિવસ આવીને જુઓ.

આ સમાચાર શેર કરો