મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO / ચાલુ મેચમાં વિરાટ કોહલીએ શા માટે પકડ્યા અક્ષર પટેલના પગ? કારણ જાણીને તમે પણ થઈ જશો ખુશ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે 44 રનથી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે 44 રનથી શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર બોલિંગ કરી. ખાસ કરીને ભારતીય સ્પિનર્સ કિવી બેટ્સમેન માટે એક વણઉકેલાયેલ રહસ્ય જેવા લાગ્યા. તેમણે કોઈ પણ બેટ્સમેનને વધુ સમય સુધી ક્રીઝ પર ન ટકવા દીધા. જોકે કેન વિલિયમસને એક છેડો પકડી રાખ્યો અને 81 રન બનાવ્યા, પરંતુ તે પણ સ્પિનર ​​અક્ષર પટેલનો શિકાર બન્યો. આ વિકેટ પછી, કોહલી અક્ષરને પગે લાગતો જોવા મળ્યો હતો.

કોહલીએ અક્ષરના પગે લાગ્યો

એક સમયે, ન્યુઝીલેન્ડની ટીમે 6 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. કેન વિલિયમસને એક છેડો પકડી રાખ્યો હતો. અહીંથી એવું લાગતું હતું કે કિવી ટીમ સરળતાથી ટાર્ગેટ ચેઝ કરશે. આ દરમિયાન, અક્ષર પટેલે વિલિયમસનને પોતાની જાળમાં ફસાવી દીધો અને તેને કેએલ રાહુલ દ્વારા સ્ટમ્પ આઉટ કરાવ્યો. આ પછી મેચનો માર્ગ બદલાઈ ગયો હતો. આ પછી, વિરાટ કોહલી મેદાનની વચ્ચે અક્ષર પટેલને પગે લાગતો જોવા મળ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વિરાટ કોહલી મસ્તી કરતો જોવા મળ્યો

કેન વિલિયમસન આઉટ થયા પછી, મેચ ભારતના હાથમાં હતી. આ દરમિયાન, વિરાટ કોહલી મેદાન પર મસ્તીભર્યા મૂડમાં જોવા મળ્યો હતો. કોહલી અક્ષર પટેલને પગે લાગવા માંગતો હતો પણ અક્ષરે તેને તેમ કરતા અટકાવ્યો અને બંને ત્યાં બેસી ગયા અને હસવા લાગ્યા. તમને જણાવી દઈએ કે અક્ષર પટેલે આ મેચમાં એક જ વિકેટ લીધી હોવા છતાં, તેણે 10 ઓવરની સ્પેલમાં ફક્ત 32 રન આપ્યા હતા.

ન્યુઝીલેન્ડ 205 રનમાં ઓલઆઉટ થયું

ટોસ હારીને પહેલા બેટિંગ કર્યા બાદ, ભારતીય ટીમે આ મેચમાં ન્યુઝીલેન્ડને ફક્ત 250 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં, ન્યુઝીલેન્ડની ટીમ 45.3 ઓવરમાં ફક્ત 205 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. કિવી ટીમ માટે કેન વિલિયમસને સૌથી વધુ 81 રનની ઈનિંગ રમી હતી. ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ પાંચ વિકેટ લીધી હતી.

આ સમાચાર શેર કરો