મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Ranaji Trophy: વિદર્ભે ત્રીજી વખત જીત્યો રણજી ટ્રોફીનો ખિતાબ, દાનિશ-કરૂણ નાયર જીતનો હીરો

રણજી ટ્રોફી 2024-25નો ખિતાબ વિદર્ભની ટીમે પોતાના નામે કરી લીધો છે. VCA સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચ ડ્ર

Ranaji Trophy: વિદર્ભે ત્રીજી વખત જીત્યો રણજી ટ્રોફીનો ખિતાબ, દાનિશ-કરૂણ નાયર જીતનો હીરો

રણજી ટ્રોફી 2024-25નો ખિતાબ વિદર્ભની ટીમે પોતાના નામે કરી લીધો છે. VCA સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચ ડ્રો થઇ હતી. વિદર્ભે પ્રથમ બેટિંગ કરતા 379 રન બનાવ્યા હતા. કેરળની ટીમ પ્રથમ ઇનિંગમાં 342માં ઓલઆઉટ થઇ ગઇ હતી. પાંચમા અને અંતિમ દિવસે મેચ પૂર્ણ થવા પર વિદર્ભનો સ્કોર 375/9 રહ્યો હતો. નિયમ અનુસાર વિદર્ભની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી છે. આ મેચના હીરો દાનિશ માલેવર અને કરૂણ નાયર રહ્યાં હતા. 

વિદર્ભ ત્રીજી વખત જીત્યો રણજી ટ્રોફીમાં ચેમ્પિયન

વિદર્ભની ટીમનો આ ત્રીજો રણજી ટ્રોફીનો ખિતાબ છે. આ પહેલા ટીમ સતત 2 વખત ચેમ્પિયન બની હતી. વિદર્ભે પ્રથમ રણજી ટ્રોફીન ખિતાબ 2017-18માં જીત્યો હતો. તે બાદ 2018-19નો ખિતાબ પણ વિદર્ભે જ જીત્યો હતો. ગત સિઝનમાં વિદર્ભની ટીમ રનરઅપ રહી હતી, ફાઇનલમાં તેને મુંબઇના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

રણજી ટ્રોફી ફાઇનલ ડ્રો થયા બાદ શું છે નિયમ?

રણજી ટ્રોફીની ફાઇનલ મેચ જો ડ્રો થાય છે તો વિજેતા કેવી રીતે જાહેર કરવામાં આવે છે? આ સવાલ તમારા મનમાં હશે. જો રણજી ટ્રોફીની ફાઇનલ મેચ ડ્રો થાય છે તો પ્રથમ ઇનિંગના આધાર પર વધારે રન બનાવનારી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. વિદર્ભ વિરૂદ્ધ કેરળ ફાઇનલ મેચમાં વિદર્ભે પ્રથમ ઇનિંગમાં 379 રન બનાવ્યા હતા. કેરળે 342 રન બનાવ્યા હતા. વિદર્ભે પ્રથમ ઇનિંગના આધાર પર 37 રનની લીડ મેળવી હતી.

આ સમાચાર શેર કરો