VIDEO: સુરેન્દ્રનગર મનપામાં 52.39 ટકા મતદાન થતા ઉમેદવારો ચિંતામાં, આવતીકાલે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું કાલે પરિણામ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું કાલે પરિણામ જાહેર થશે. આ વખતે માત્ર 52.39 ટકા જેટલું નીચું મતદાન થતા ઉમેદવારોની ચિંતામાં વધારો થયો છે. કુલ 140 ઉમેદવારોના ભાવિ હાલ EVM મશીનોમાં સીલ છે. આવતીકાલે સવારે 8 વાગ્યાથી સાયન્સ કોલેજ ખાતે કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મતગણતરી શરૂ થશે. હાલ સ્ટ્રોંગ રૂમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.








