VIDEO: સુરતમાં બુરખો પહેરીને દુકાનમાં ઘુસ્યો તસ્કર, હાથફેરો કરીને ભગવાન પાસે માફી માગતી લખી ચિઠ્ઠી
સસુરતમાં રોજે રોજ ચોરીના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે ઉધના વિસ્તારમાં આવેલી દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉ
સસુરતમાં રોજે રોજ ચોરીના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે ઉધના વિસ્તારમાં આવેલી દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. બુરખો પહેરીને દુકાનમાં ચોરી કરવા આવેલા તસ્કરે 11.85 લાખની રોકડ ચોરી થઈ હતી. આરોપીઓએ ચોરી માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. આરોપી બુરખામાં ચોરી કરવા આવ્યો હતો. ચોરી કર્યા બાદ ભગવાન પાસે માફી પણ માંગી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ચોરી બાદ એક ચિઠ્ઠી પણ છોડી ગયો હતો. ઉધના પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ વિરુદ્ધ 70 ગુનાઓ અગાઉ નોંધાય ચૂક્યા છે.
આ પણ વાંચોઃ સુરતના રસ્તા પર ડ્રમમાંથી મળ્યુ શંકાસ્પદ ગૌ માંસ, હિન્દુઓ અને ગૌ ભક્તોમાં ફેલાયો રોષ




