Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Suspicious beef found in a drum on the road

સુરતના રસ્તા પર ડ્રમમાંથી મળ્યુ શંકાસ્પદ ગૌ માંસ, હિન્દુઓ અને ગૌ ભક્તોમાં ફેલાયો રોષ 

Timeછેલ્લું અપડેટ : 24 Jan 2025
લાઇવ ટીવીGoogle News
સુરતના રસ્તા પર ડ્રમમાંથી મળ્યુ શંકાસ્પદ ગૌ માંસ, હિન્દુઓ અને ગૌ ભક્તોમાં ફેલાયો રોષ 

સુરતમાં છાસવારે કોમી છમકલાં ભડકાવવાનો પ્રયાસ થતો હોય છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ ગૌ માંસ ભરેલું ડ્રમ મળી આવ્યું હતું. પાંડેસરા વિસ્તારમાં પ્રમુખ પાર્ક પાસે સામ સામે બાઈક અથડાતાં ડ્રમ નીચે પડ્યું હતું. જેમાં ડ્રમ નીચે પડતાં ડ્રમમાં ભરેલો માંસનો જથ્થો રોડ પર પડતાં વેર વિખેર થયો હતો. જેથી મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને ગૌ ભક્તોએ એકઠા થઈને રોષ પ્રદર્ષિત કર્યો હતો. 

App Store

આ પણ વાંચોઃ સુરતમાં ડોક્ટર પર યુવકે કેમિકલથી કર્યો હુમલો,  ગંભીર હાલતમાં તબીબને ખસેડાયા હોસ્પિટલ

તપાસની માગ

લોકોનો રોષ પારખી જઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે  એફએસએલની મદદ લઈ તપાસ હાથ ધરી છે. રોડ પર માસ દેખાતા હિન્દુ સંગઠનો એકત્રિત થયા હતાં. હિન્દુ સંગઠનો દ્વારા એકત્રિત થઈ વિરોધ કરી કડક તપાસની માંગ કરી છે. સાથે જ આ પ્રકારે જાહેરમાં ક્યાંથી ક્યાં માંસનો જથ્થો લઈ જવામાં આવતો હતો. તેની તપાસની માગ કરી છે.

આકરી કાર્યવાહીની માગ

હિન્દુ સંગઠનોએ કહ્યું કે, આ નિંદનિય ઘટના છે. ભરબજારમાં 3 રસ્તા પર ટ્રાફિક જવાનોની ઉપસ્થિતિમાં ડ્રમની અંદરથી ગૌ માંસ મળી આવ્યું છે. ગૌ પ્રેમીઓ અને હિન્દુઓ રોષમાં છે. જેથી આ પ્રકારની ઘટનાને અંજામ આપનારને ફાંસી આપવી જોઈએ. પોલીસે તપાસ કરવી જોઈએ. સીસીટીવીના માધ્યમથી તપાસ કરીને આકરામાં આકરી કાર્યવાહી કરવી જોઈએ. હિન્દુ સંગઠનો અને ગૌ ભક્તોમાં ગુસ્સાની લાગણી છે.