મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs NZ / 300મી ODIમાં ફ્લોપ રહ્યો વિરાટ કોહલી, ગ્લેન ફિલિપ્સે ઝડપ્યો અદ્ભુત કેચ, જુઓ VIDEO

આજે ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં ર

આજે ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાઈ રહી છે. વિરાટ કોહલી માટે આ મેચ ખાસ છે કારણ કે આ તેની 300મી ODI મેચ છે. જોકે, તે આ ખાસ મેચમાં મોટી ઈનિંગ ન રમી શક્યો. કોહલી માત્ર 11 રન બનાવીને પવેલિયન પાછો ફર્યો. તેનો કેચ ગ્લેન ફિલિપ્સે ઝડપ્યો, જે વિશ્વના બેસ્ટ ફિલ્ડર્સમાંથી એક છે.

મેચમાં ભારતને ત્રીજો ઝટકો વિરાટ કોહલીના રૂપમાં 30 રન પર પડ્યો હતો. મેટ હેનરીએ ફેંકેલી 7મી ઓવરના ચોથા બોલ પર, વિરાટ કોહલીએ ઓફ પર શોટ રમવાનો પ્રયાસ કર્યો. ભલે બોલ પોઈન્ટ તરફ ગયો, પણ તે ત્યાં ઉભેલા ગ્લેન ફિલિપ્સથી થોડો દૂર હતો. પરંતુ ફિલિપ્સે શાનદાર ડાઈવ મારી અને એક હાથે કેચ ઝડપી લીધો.

કેચ જોઈને અનુષ્કા શર્માએ માથું પકડ્યું

ગ્લેન ફિલિપ્સે આ શાનદાર કેચ ઝડપ્યો ત્યારે વિરાટ કોહલી પણ આશ્ચર્યચકિત થઈ ગયો. સ્ટેન્ડમાં બેઠેલી તેની પત્ની અનુષ્કા શર્મા પણ નિરાશ થઈ ગઈ. તેણે પોતાનું માથું પકડી લીધું. અનુષ્કા વિરાટની 300મી ODI મેચ જોવા માટે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પહોંચી છે.

કોહલી પહેલા કેપ્ટન રોહિત શર્મા 15 રન બનાવીને અને શુભમન ગિલ 2 રન બનાવીને આઉટ થયો હતો. ગિલને પણ મેટ હેનરીએ આઉટ કર્યો, જ્યારે કેપ્ટન કાઈલ જેમિસનના બોલ પર કેચ આઉટ થયો હતો.

આ મેચનું પરિણામ સેમીફાઈનલનું શેડ્યૂલ નક્કી કરશે

ભારત અને ન્યુઝીલેન્ડ બંનેએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જોકે, આ મેચ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેનું પરિણામ નક્કી કરશે કે કઈ કોની સામે સેમીફાઈનલ મેચ રમશે. ભારત તેનો સેમીફાઈનલ મુકાબલો 4 માર્ચે દુબઈમાં રમશે, જ્યારે ન્યુઝીલેન્ડ તેનો સેમીફાઈનલ મુકાબલો 5 માર્ચે રમશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ જીતનારી ટીમ ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઈનલ રમશે અને હારનારી ટીમ સાઉથ આફ્રિકા સામે ટકરાશે.

આ સમાચાર શેર કરો