મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs NZ / ફરી એકવાર ટોસ હાર્યો રોહિત શર્મા, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો શરમજનક રેકોર્ડ

આજે (2 માર્ચ) ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટ

IND vs NZ / ફરી એકવાર ટોસ હાર્યો રોહિત શર્મા, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો શરમજનક રેકોર્ડ

આજે (2 માર્ચ) ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર ટોસ હારી ગયો છે. ટોસ હારીને, રોહિત અને ટીમ ઈન્ડિયાના નામે એક શરમજનક રેકોર્ડ જોડાયો છે. આ ટોસ હારતા જ ટીમ સતત 13 વનડેમાં ટોસ હારનારી ઈતિહાસની પ્રથમ ટીમ બની ગઈ છે.

વનડેમાં સતત સૌથી વધુ ટોસ હારનારી ટીમો

  • 13 - ભારત (નવેમ્બર 2023 - વર્તમાન)
  • 11 – નેધરલેન્ડ્સ (માર્ચ 2100 – ઓગસ્ટ 2013)
  • 9 – ઈંગ્લેન્ડ (જાન્યુઆરી 2023 – સપ્ટેમ્બર 2023)
  • 9 - ઈંગ્લેન્ડ (જાન્યુઆરી 2017 - મે 2017)

ભારતની પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.

ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન

વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાઈલ જેમીસન, વિલિયમ ઓ'રોર્ક.

આ સમાચાર શેર કરો