VIDEO: સંભાજીનગરમાં કોંગ્રેસનું રામ મંદિરમાં દાન ચોરી મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન
છત્રપતિ સંભાજીનગર મહારાષ્ટ્ર ખાતે અયોધ્યા રામ મંદિરમાં દાનની રકમની કથિત

છત્રપતિ સંભાજીનગર મહારાષ્ટ્ર ખાતે અયોધ્યા રામ મંદિરમાં દાનની રકમની કથિત ચોરીના મામલે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના સાંસદ કલ્યાણ કાળેએ ભાજપ અને રામ મંદિર ટ્રસ્ટ પર આકરા પ્રહારો કર્યા હતા. કલ્યાણ કાળેએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, દેશભરના કરોડો શ્રદ્ધાળુઓએ શ્રદ્ધા સાથે જે દાન આપ્યું હતું, તેમાં થયેલી ચોરી એ આસ્થા પરનું મોટું પ્રહાર છે. માત્ર નાના કર્મચારીઓની ધરપકડ કરીને મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસે આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરી છે અને મંદિર ટ્રસ્ટના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે આંદોલન વધુ તેજ કરવાની ચીમકી ઉચ્ચારી છે.




