બનાસકાંઠાના થરાદમાં ખેડૂતોના હકો અને ખેતરોમાંથી પસાર થતા વીજ થાંભલાના યોગ્ય વળતરની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તાલુકા કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો રેલીમાં જોડાયા હતા. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા ચોક ખાતે રસ્તા રોકી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી આવેદનપત્ર સોંપવામાં આવ્યું. કોંગ્રેસે ખેડૂતોને યોગ્ય વળતર અને તેમના હકોનું રક્ષણ કરવાની માંગ સરકાર સમક્ષ ઉઠાવી છે. કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ સુધી લડત ચાલુ રાખવાનો દાવો કર્યો છે.