મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: થરાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નિવેદન બાદ રાજકીય તણાવ વધ્યો

થરાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નિવેદન

થરાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નિવેદન બાદ રાજકીય તણાવ વધ્યો છે. કૉંગ્રેસ દ્વારા મંજૂરી વગર રેલી કાઢવામાં આવતા પોલીસે કાર્યવાહી કરીને અનેક કાર્યકરો સામે ગુનો નોંધ્યો છે. થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રધાનજી ઠાકોર, મહિલા પ્રમુખ ગીતાબેન નાઈ અને સિદ્ધારાજસિંહ ચૌહાણ સામે FIR નોંધાઈ છે. મહિલા અગ્રણી દ્વારા PSI પર મોબાઈલ ફેંકી મારવાનો અને અપશબ્દો બોલ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત રસ્તા પર બસ રોકી ઉગ્ર બોલાચાલી કરવાનો મામલો પણ સામે આવ્યો છે. 300થી વધુ લોકોની ભીડ સાથે કલેક્ટર કચેરી આગળ કાયદેસર ફરજમાં રૂકાવટ કરવાનો કેસ નોંધાતા સ્થિતિ વધુ તંગ બની છે.

આ સમાચાર શેર કરો