VIDEO/ થરાદમાં ડીઝલના ભાવ વધ્યા પણ પંપો ખાલી
વાવ થરાદ જિલ્લામાં ડીઝલની અછત સર્જાતા ખેડૂતો અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. ઉનાળુ વાવેતર પૂર્

વાવ થરાદ જિલ્લામાં ડીઝલની અછત સર્જાતા ખેડૂતો અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. ઉનાળુ વાવેતર પૂર્ણતા તરફ હોય ત્યારે જ ડીઝલની તંગી ઊભી થતા ખેતીકામ પર સીધી અસર પડી છે. બાજરી અને જુવારની જમીન તૈયાર કરવા ખેડૂતો ખેતરોમાં પહોંચે તે પહેલાં જ ઇંધણની અછત જોવા મળી છે. બીજી તરફ ડીઝલમાં 3.9 અને પેટ્રોલમાં 3 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. વહેલી સવારથી જ પેટ્રોલપંપો પર ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, છતાં પૂરતો પુરવઠો ન મળતા લોકો પરેશાન છે. ઇંધણની અછત અને ભાવ વધારાના કારણે ખેતી અને પરિવહન બંને પર ભારે અસર પડી રહી છે.



