મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ Vav-Tharad: પોલીસને ખુલ્લો પડકાર ફેંકવો ભારે પડ્યો! સોશિયલ મીડિયા પર ધમકી આપનારાઓને ટીમે મધરાત્રે ભુજથી દબોચ્યા

વાવ થરાદ પંથકમાં ચકચારી બને

તસવીર: GSTV

વાવ થરાદ પંથકમાં ચકચારી બનેલા અપહરણના કેસમાં સુઈગામ પોલીસે મધરાત્રે ઓપરેશન પાર પાડી મોટી સફળતા મેળવી છે. સોશિયલ મીડિયા પર પોલીસને ખુલ્લો પડકાર ફેંકનાર આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસનો ધમધમાટ તેજ કરી, અપહૃત યુવકને વાપી-વલસાડ વિસ્તારમાંથી સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યો હતો. બીજી તરફ, પોલીસને પડકાર આપનાર આરોપીઓને મધરાત્રે ભુજ નજીકથી દબોચી લેવામાં આવ્યા હતા. સુઇગામ PI એચ.એમ. પટેલ અને તેમની ટીમની આ ગણતરીના કલાકોમાં કરેલી પ્રશંસનીય કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો