VIDEO: ખેડામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોંગ્રેસનું આંદોલન જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા બેઠા અમરણાંત ઉપવાસ પર
ખેડા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ તથા જિલ્લા

ખેડા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ તથા જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓના નિર્માણમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે રાજકીય માહોલ ગરમાયો છે. કણજરી નગર વિસ્તાર સહિત જિલ્લામાં આશરે ૧૨ કરોડના ખર્ચે બનેલા ૧૨ આર.સી.સી. રસ્તાઓ નિર્માણના માત્ર બે-ત્રણ મહિનામાં જ તૂટી પડતા ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આ મામલે વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા, ખેડા જિલ્લા કોંગ્રેસ સંગઠન પ્રમુખ મહેન્દ્રસિંહ રાણાએ ગાંધીજીના માર્ગે અમરણાંત ઉપવાસનું આક્રમક પગલું ભર્યું છે. મહેન્દ્રસિંહ રાણાએ સીધો આક્ષેપ કર્યો છે કે, સત્તાધીશો, ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે જનતાની રજૂઆતો અવગણાય છે. કોંગ્રેસે આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવાની ઉગ્ર માંગ કરી છે.




