મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાહોદઃ લીમખેડામાં કરોડોની ઉચાપત, ચાર સામે ગુનો નોંધાયો !

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં આવેલી ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં આવેલી ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટીમાં કરોડો રૂપિયાની નાણાકીય ગેરરીતિ અને ઉચાપતનો મોટો મામલો સામે આવ્યો છે, જેમાં મંડળીના બે સભાસદ અને કલેક્શન ક્લાર્ક સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. આ આરોપીઓએ ઓડિટ વર્ષ 2024,,25 દરમિયાન સોસાયટીના ખોટા દસ્તાવેજો અને બોગસ બેંક સ્ટેટમેન્ટો બનાવીને સભાસદોની મહેનતની કમાણીની થાપણોનો પોતાના અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરી લીધો હતો અને મંડળીને રૂપિયા ૧.૩૩ કરોડથી વધુનું મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર કૌભાંડ ઉજાગર થતાં જ લીમખેડા પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસે આ ઠગોને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો