VIDEO : Dahodમાં પોલીસનો સપાટો, હથિયારો સાથે આંતરરાજ્ય પારધી ગેંગના 7 લૂંટારુઓ ઝડપાયા
દાહોદમાં મોટી લૂંટની ઘટનાને અંજામ આપતા પહેલા જ પોલીસે આંતરરાજ્ય પારધી ગેંગના સાત રીઢા લ

દાહોદમાં મોટી લૂંટની ઘટનાને અંજામ આપતા પહેલા જ પોલીસે આંતરરાજ્ય પારધી ગેંગના સાત રીઢા લૂંટારુઓને ઝડપી પાડ્યા છે. એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર અવાવરુ સ્થળે કોર્ડન ગોઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી હાઇડ્રોલિક મશીન, કટર, ઘણ, છરા અને ગિલોલ સહિતના હથિયારો મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ટોળકી દિવસ દરમિયાન ફેરિયા બની રેકી કરતી અને રાત્રે ધાડ પાડવાનો પ્લાન બનાવતી હતી. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.



